મહેસાણા, તા.17
મહેસાણા જિલ્લાના કુંકસ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વસવાટ
કરતા પાકિસ્તાની હિન્દુઓના સાત પરિવારોને ગામના સેંધાભાઇ મિત્ર મંડળ તેમજ અન્ય
દાતાઓ મારફતે પ્રાથમિક સુવિધાઓથી માંડી શિક્ષણ, રોકાણ તેમજ દિકરીઓના લગ્નનો ખર્ચ ઉપાડી કુકસ ગામમાં માનવતા
મહેંકી ઉઠી છે. આ ગરીબ પરિવારની એક દિકરીના તાજેતરમાં લગ્ન યોજાવાના હોઈ તેમની મદદ
માટે ગામ લોકો કરીયાવર સહિત દોઢ લાખનો ખર્ચ ઉપાડી દિકરીને વિદાય આપી હતી. ગામની
સહાનુભૂતિ રૃપી એકતા જોઈ આ પાકિસ્તાનથી આવેલો પરિવાર ભાવવિભોર બની ગયો હતો.
આજથી ત્રણેક વર્ષ પહેલાં પાકિસ્તાનમાંથી આવેલ સાત હિન્દુ
પરિવારના ૪૦ જેટલા સભ્યોએ કુકસ ગામમાં આશરો મેળવ્યો હતો. શરૃમાં તેઓની પાસે કોઇ જ
રોજીરોટી મેળવવાનું સાધન કે રહેઠાણ પણ ન હતું. ત્યારે કુકસ ગામની એકતાની ભાવના સાથે સામાજિક કાર્યકર
સેંધાભાઇ ચૌધરી કે જેઓ એક ખેડૂત પુત્ર છે. તેમણે ગામના સામાન્ય માનવીની જેમ મદદરૃપ
બની રહ્યા છે. સેંધાભાઇ ચૌધરીએ ગામના મિત્રો મંડળ પાસેથી ફાળો એકત્રિત કરી
પરિવારોને મદદરૃપ બની રહ્યા છે. આ પરિવારોમાંનું એક કંુટુંબ ધરાવતા કેતનભાઇના
પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાંથી એક દિકરી રામીબેનના લગ્ન તા.૧૭/૨/૨૨ના રોજ યોજાયા હતા. જેની જાન રાધનપુરના દેવ ગામથી આવી
હતી. રામસિંહભાઇ રાધનપુરમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારના પુત્ર અબાભાઈ સાથે
લગ્નના બંધને બંધાયા છે. જેમાં મંડપ ડેકોરેશન, દિકરીના કપડાં અને દાગીના સહિતનો ખર્ચ સેંધાભાઇ ચૌધરી અને
મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યા હતો. લગ્નમાં ગામલોકોએ અંદાજે દોઢ લાખનો ખર્ચ
ઉપાડી લેતાં ગરીબ પરિવારોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. અને સૌએ સાથે મળી દિકરીને
વિદાય આપી હતી.
શરણાર્થી પરીવારોને રહેઠાણ, પાણી,
વિજળીની સુવિધા આપી
પાકિસ્તાનથી
શરણાર્થી તરીકે કુકસમાં આવેલા ૪૦ જેટલા સભ્યોને ગામલોકોએ રૃ.૧૦,૦૦૦ની મદદ કરી
છાપરા બનાવી આપ્યા હતા. તેમજ રૃપિયા ૧ લાખનું દાન મેળવી પાણીની ટાંકી, હવાડો તેમજ છાપરાઓમાં લાઇટની સુવિધા કરાવી આપી છે. આ
પરિવારોના ૪૦ સભ્યોને આધાર તેમજ ૨૮ જેટલા બાળકોને શિક્ષણ મળે તે માટે શાળામાં
એડમીશન અપાવી પરદેશી પરિવારને સહાય ભુત થયા છે.
અગાઉ ત્રણ દિકરીઓના લગ્ન કરાવ્યા હતા
સને ૨૦૨૦માં આ પરિવારો પૈકી
મીડુભાઇના પરિવારની બે દિકરીઓ નીલુબેન અને જમનાબેનના લગ્ન કરાવ્યા હતા. તેમજ ૬ માસ
બાદ કાનજીભાઇની દિકરી વાલીબેનના લગ્ન કરાવ્યા હતા. આમ છેલ્લા ત્રણ વર્ષમાં સેધાભાઇ મિત્ર મંડળ અને ગ્રામજનોએ આજ સુધીમાં ચાર
દિકરીઓના લગ્નનો ખર્ચ ઉઠાવ્યો છે.


