Get The App

Live ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, સામૈયું કરાયા બાદ મહોત્સવ ખુલ્લો મૂક્યો

Updated: Dec 18th, 2019

GS TEAM

Google News
Google News

ઊંઝા, તા. 18 ડિસેમ્બર 2019 બુધવાર

આજથી મહેસાણાના ઊંઝામાં 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આજે 108 જેટલા મુખ્ય યજમાનો થકી 1100 જેટલા ભૂદેવો થકી આ મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. ભારત સહિત 126 દેશોમાંથી અંદાજે 50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઊંઝામાં પધારશે. મહાયજ્ઞને સફળ બનાવવા માટે અલગ અલગ 45 કમિટીઓની રચના કરવામાં આવી છે અને 30 હજારથી વધારે સ્વયંસેવકોની ફોજ ખડે પગે છે.

લક્ષચંડી મહાયજ્ઞાના તમામ સમચારા માટે અહી ક્લિક કરો

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞામાં 50 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવો અંદાજ છે. પાંચ દિવસીય મહાપર્વની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઊંઝાવાસીઓ મહાયજ્ઞામાં આવનારા માઈભક્તોને આવકારવા થનગનાટ કરી રહ્યા છે. સમગ્ર ઊંઝા નગરીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે.

લક્ષચંડી યજ્ઞાના ૧૦૮ યજમાનોની દેહશુધ્ધી કરવામાં આવી
ઉમિયા માતાના પ્રાંગણમાં આજથી શરૃ થનારા લક્ષચંડી યજ્ઞા પહેલા ઊંઝામાં આવેલા વૈજનાથ મંદિરમાં ૧૦૮ જેટલા મુખ્ય યજમાનોની દેહ શુધ્ધી કરવામાં આવી હતી. મહાયજ્ઞામાં બેસવા માટે તેઓને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તૈયાર કરાશે. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાઈ-બહેનોએ હાજરી આપી હતી.

૧ મિનિટમાં ૫૦૦ શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા
ઊંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞા દરમિયાન ઉમટી પડનાર શ્રધ્ધાળુઓ ઉમિયા માતાજીના દર્શન સરળતાથી કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દૈનિક સાડા પાંચ લાખ લોકો દર્શન કરી શકશે અને દર મિનિટે ૫૦૦ જેટલા માઈભક્તો દર્શન કરે તેવું આયોજન કરાયું છે. દર્શનાર્થીઓ માટે ૫૦૦૦ ફૂટ રેલીંગ બનાવી ૮ ભાગોમાં વહેંચી દેવાઈ છે. પ્રત્યેક વ્યક્તિ સરળતાથી મંદિરમાં ઉમિયા મા ના દર્શન કરી શકે તે માટે ૧૬૦૦ જેટલા સ્વયંસેવકો રાતદિવસ ખડેપગે રહેશે જ્યારે વિકલાંગો માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વના 20 દેશોમાં રહેતા માઈભક્તોને ઉમિયા માતાનું તેડું મોકલવામાં આવ્યું
દેશભરમાં વસવાટ કરતા પાટીદારો તેમજ વિશ્વના 20 દેશોમાં રહેતા માઈભક્તોને ઉમિયા માતાનું તેડું મોકલવામાં આવ્યું છે. ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ સહિતના આયોજકો મહાયજ્ઞાની સફળતા માટે કટીબધ્ધ બન્યા છે. મહાયજ્ઞાના ભોજનાલયમાં દૈનિક 4 લાખ શ્રધ્ધાળુઓ ભોજનપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના માટે 20 લાખથી વધુ દેશીઢબે લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ઉમિયા ધામમાં પહોંચનાર પ્રત્યેક શ્રધ્ધાળુઓ માટે કાજુ, દ્રાક્ષ, સાકર અને રેવડીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવનાર છે.

લક્ષચંડી મહાયજ્ઞને સફળ બનાવવા 22 હજારથી વધુ સ્વયંસેવક ખડેપગે
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આગવો ક્રેજ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના 22 હજારથી વધુ સ્વયંસેવક ભાઈબહેનો યાત્રાળુઓની સુવિધા જાળવવા તૈયાર રહેશે. આ યજ્ઞામાં પોતાની હાજરી પુરાવવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચી રહ્યા છે. લક્ષચંડી યજ્ઞાના બે દિવસ પૂર્વથી જ ઊંઝા ખાતે ઉમિયા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામ ીરહી છે. માના આંગમે જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટી  પડયું હોય તેવો નજારો જોવા મળે છે.

ઊંઝા માર્કેટયાર્ડ 22 ડિસેમ્બર સુધી બંધ રહેશે
ઊંઝામાં યોજાનાર પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞાની તૈયારીઓ પરીપૂર્ણ થઈ છે. આ મહાપર્વ નિમિત્તે એશિયાના સૌથી મોટા ગણાતા માર્કેટયાર્ડનો પણ સહયોગ મળી રહ્યો છે. એપીએમસીના વેપારીઓ પણ ઉમિયા માતાના દર્શને પહોંચનારા દેશ વિદેશના દર્શનાર્થીઓની સરભરા માટે સ્વયંસેવક તરીકે કામગીરી નિભાવશે.

ભક્તોના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. બુંદી, મગદાળ, હૂંડી અને ડ્રાયફ્રુટની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. 17 લાખ લાડુ પણ બનાવવામાં આવ્યા છે.

 મહોત્સવના શુભારંભ પહેલા જ એશિયા બુક ઓફ રેકોર્ડમાં 4 રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે.

મહાયજ્ઞના આજના પ્રથમ દિવસનો કાર્યક્રમ

- સવારે ઉમિયાનગરમાં મંગલપ્રવેશ કર્યા બાદ યજ્ઞનો શુભારંભ કરાશે 

- જગતગુરૂ શંકરાચાર્યની ધર્મસભા અને 4 વાગે લક્ષએક્ષ્પો 

- જુદાજુદા પેવેલિયનોના ઉદ્ઘાટન

- સાંજે 5 વાગે મહોત્સવનું ઉદ્ઘાટન 

- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શ્રેષ્ઠીઓ અને મહાયજ્ઞના દાતાઓનુ સન્માન કરાશે 

- રાત્રે મલ્ટિમીડિયા અને સાંસ્કૃતિક કાર્યક્રમ

મહાયજ્ઞ મહોત્સવની વિશેષતાઓ 

- ન્યુ ઈન્ડિયા પેવેલિયનમાં ઔદ્યોગિક, વાણિજય, કૃષિ, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોનું પ્રદર્શન અને સ્ટોલ

- આસ્થા અને વિજ્ઞાનના સમન્વયરૂપ વિશાળ ગ્લોબલ ઈનોવેશન

- કોંકલેવ, સ્ટાર્ટ એક્ટ સહિતના વિષયો પર માર્ગદર્શન

- વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એક્સપર્ટ દ્વારા જ્ઞાનકુટીર અને વ્યાપાર સ્થળ

- મહોત્સવમાં આવનાર દરેક ભક્ત દ્વારા જળશક્તિ અભિયાનને જળ અભિયાન બનાવાશે

- આંગણવાડીઓને દત્તક લેવાનું મહાઅભિયાન