Get The App

વીજ ટ્રીપીંગથી અકળાયેલા ખેડૂતોની આંદોલનની ચીમકી

- ઊંઝાના રામપુરા વિસ્તારમાં

- ગરમીમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વીજબીલ ભરવાનો બહિષ્કાર કરાશે

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
વીજ ટ્રીપીંગથી અકળાયેલા ખેડૂતોની આંદોલનની ચીમકી 1 - image

ઊંઝા તા.22

ઊંઝાના રામપુરા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ વખત ફિડર ફોલ્ટમાં થવા ઉપરાંત છાશવારે ટ્રીપીંગ થતાં વીજગ્રાહકો માટે શિરદર્દ સમાન બનતાં વીજઉપકરણો બળી જવાની ભીતી ઉભી થઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમયસર ઉકેલ નહી આવે તો વીજબીલો ભરવાનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી વીજગ્રાહકોએ સામુહિક લેખિત આવેદનપત્ર સિધ્ધપુર કાર્યપાલક કચેરી તથા મુખ્ય કચેરી પાલનપુર પણ રજુઆત કરી છે.

ઊંઝા રામપુરા વિસ્તાર બે ડઝન ઉપરાંત વીજગ્રાહકોએ સામુહિક સહીઓ સાથે લેખિત આવેદનપત્ર વીજકંપનીની સિધ્ધપુર તથા પાલનપુર કચેરીને ભારે નારાજગી સાથે રજુઆત કરી છે કે ઊંઝાના વીજગ્રાહકો સમયસર વીજ બીલો ભરવામાં રાજ્યમાં પ્રથમ ક્રમે અને વીજચોરી નહી કરતા હોવા છતાં વીીજ પ્રવાહની સેવાઓ આપવામાં વીજકંપનીના શહેરી વિભાગ ઉણો ઉતરી રહ્યો છે. ખાસ કરીને રામપુરા ફિડર છેલ્લા પંદરેક દિવસમાં ત્રણ વાર ફોલ્ટમાં જવાની સાથે સાથે છાશવારે ટ્રિપીંગ થતાં ગમે ત્યાર અંધકાર પર છવાઇ જાય છે. ટ્રીપીંગની સમસ્યાથી વીજઉપકરણો પણ બળી જવાનો ભય સતાવી રહ્યો છે. આ મામલે સમયસર ઉકેલ નહીં આવે તો વીજ પેમેન્ટનો બહિષ્કાર કરી આંદોલન છેડવાની ચીમકી વીજગ્રાહકોએ આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. અત્રે ઉલેખનીય છે કે ગઇસાલ પણ રામપુરા તેમજ સરદાર સહિત કેટલાક ફિડરોની સમસ્યાઓ સર્જાઇ હતી. હાલમાં મેઇટેનન્સના અભાવે ફોલ્ટ થતો હોવાનું વીજવર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે.