મહેસાણા,ચાણસ્મા,તા.૧
મહેસાણા,
પાટણ અને બનાસકાંઠાના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં ફસાયેલા છે. અનેક છાત્રો માયનસ ૧૫
ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડીમાં પોતાની હોસ્ટેલમાંથી નીકળીને ૫૦ કિલોમીટરથી વધુની
પગપાળા રઝવપાટ કરીને ભારત પરત ફરવાની આશાએ પોલેન્ડ, હંગેરી અને રોમાનીયાની બોર્ડરે પહોંચ્યા છે. પરંતુ અહીં
ખાવા પીવાની વસ્તુઓની અછત અને ઈમીગ્રેસનમાં થઈ રહેલા વિલંબને કારણે તેઓ કફોડી
હાલતમાં મુકાયા છે.જયારે વીજળીને અભાવે અનેક વિદ્યાર્થીઓના મોબાઈલની બેટરી
ડિસ્ચાર્જ થઈ જવાના કારણે પરિવાર સાથેનો સંપર્ક તૂટી જતાં ચિંતામાં ગરકાવ થયા છે.
યુક્રેનના ઉડીશા શહેરમાં મેડીલકના અભ્યાસ માટે ગયેલ ચાણસ્મા
તાલુકાના કેસણી ગામનો દર્શન કુમાર મહેશકુમાર પટેલ ૨ રશિયા અને ેં યુક્રેન વચ્ચે
યુદ્ધ શરૃ થતા ત્યાં ફસાયો છે.યુક્રેનથી લક્ઝરી મારફતે આ વિદ્યાર્થી સહિત ૫૧
ભારતીય વિદ્યાર્થીઓનું ગુ્રપ રોમાનિયા
બોર્ડર પર ગઇકાલે લક્ઝરી મારફતે પહોંચ્યા હતા.ત્યારે આ વિદ્યાર્થી તેના માતા-પિતા
સાથે વાત કર્યા બાદ છેલ્લા ૨૪ કલાકથી તેનો સંપર્ક તૂટી ગયો છે .જેના કારણે આ
વિદ્યાર્થીના માતા-પિતા ચિંતામાં પડી ગયા
છે અને વારંવાર તેમનો પુત્ર ભારત પાછો ફરે તે માટે પ્રાથના કરી રહ્યા છે.બીજી તરફ બનાસકાંઠાના સેમોદ્રા
ગામનો કમલેશ દરજી અનેક યાતનાઓ વેઠીને પરત પોતાના ઘરે હેમખેમ પહોંચી ગયો હતો. જયારે
વડગામ તાલુકાના ત્રણ વિદ્યાર્થીઆ રોમાનીયા બોડર્ર પર અટવાયા હોવાનું જાણવા મળે
છે.મહેસાણા જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે આખરે વહિવટી તંત્રએ આળસ
ખંખેરી હતી અને નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓએ વિદ્યાર્થીઓના માતા
પિતાનો સંપર્ક કરીને યુક્રેનની હાલની પરિસ્થિતીથી તેમજ તેમના સંતાનોને પરત લાવવા
કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અંગે વાકેફ કરાયા હતા.
કેસણીના વિદ્યાર્થીના માતાપિતાની વેદના
યુક્રેનમાં ફસાયેલા ચાણસ્મા તાલુકાના ગામ ના દર્શન કુમાર
મહેશભાઈ પટેલ ના માતા પિતાએ ચિંતા વ્યક્ત
કરતા જણાવ્યું હતું કે,અમારો
એકનો એક દિકરો યુક્રેન થી લક્ઝરી મારફતે
રોમાનિયા બોર્ડર આવ્યા ત્યાં સુધી ટેલિફોન સંપર્ક થયો હતા.ે ે તેણે
જણાવ્યું હતું કે બોર્ડર પર ખૂબ જ ભીડ છે અને ધક્કામુક્કી થાય છે.ત્યારબાદ૨૪ કલાક થયા છતાં સંપર્ક થયો નથી.જેથી ખૂબ જ ચિંતા થાય છે . ભારત
સરકારને અરજ છે કે અમારો પુત્ર હેમખેમ અમારા ઘર સુધી લાવી આપા.
પાટણમાં કોંગ્રેસ દ્વારા મૃત્યુંજય જાપ કરાયો
રશિયા અને યુક્રેન દેશ ના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ
ફસાયા છે અને ભારત સરકાર તરફથી કોઈ સહકાર મળતો
ના હોવાના આક્ષેપ સાથે પાટણ કોંગ્રેસ દ્વારા રશિયા અને યુક્રેન માં ફસાયેલા
ભારતીય વિદ્યાર્થીઓ ભારત દેશ માં હેમખેમ પરત આવે અને એમના જાન માલ ને કોઈ તકલીફ ના
થાય તે માટે શહેર ના બગેશ્વર મહાદેવજી ના
મંદીર ખાતે ધ પ્રાર્થના અને મહા મૃત્યુંજય મંત્ર જાપનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ
પટેલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
વડગામના મોરિયા ,
મહેમદપુર અને શમશેરપુરાના ત્રણ
વિદ્યાર્થીઓ ફસાયા
બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના મહેમદપુર , મોરિયા તેમજ
શમશેરપુરા ના ત્રણ છાત્રો રોમાનીયા નજીક એરપોર્ટ થી દશ કિમિ દૂર છેલ્લા ત્રણ ચાર
દિવસ થી ફસાયા છે. જ્યારે મહેમદપુર નો
વિદ્યાર્થી સ્વદેશ પરત ફરવા માટે રોમાનિયા એરપોર્ટ થી દશ કિમિ દૂર છેલ્લાં ચાર
દિવસ થી ફસાયા હોવાનું વિદ્યાર્થી ના પિતા એ જણાવ્યું હતું ત્રણે છાત્રો ને પરત
લાવવા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના દ્રારા મુખ્ય મંત્રી તેમજ પીએમઓ ઓફીસ
માં મેઈલ કરી તાત્કાલિક ત્રણેય છાત્રો ને પરત લાવવા જણાવ્યું હતું
સેમોદ્રાનો વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ ઘરે પરત ફર્યો
પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામના વતની કમલેશ દરજી યુક્રેનના ઓડીસા શહેર ની માં એમબીબીએસ નો
અભ્યાસ કરી હોસ્ટેલમાં રહેતો હતો .યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં આ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં પ્રથમવાર ૨૪
ફેબ્આરીના વહેલી સવારે અને રાત્રે બામ્બમારા ને લઈ ધડાકા અને સતત ગોળીબારના
અવાજોથી વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવ્યા
હતા હોસ્ટેલમાં બનાવેલા બંકર માં તેમને
દિવસો વિતાવવા પડયા હતા અને અનેક યાતનાઓ ના અંતે બસ મારફતે રોમાનીયા બોર્ડર ક્રોસ
કરી હતી જે બાદ ઇન્ડિયન એમ્બેસી ની મદદથી
કમલેશ દરજી સહિત તેના દિલ્હી પહોંચ્યા હતા જ્યાંથી ટ્રેન મારફતે આ વિદ્યાર્થી
સેમોદ્રા પોતાના વતન પહોંચતા પરીવારમાં
ખુશી વ્યાપી ગઈ હતી.
યુક્રેનમાં ફસાયેલા મહેસાણાના વિદ્યાર્થીના પરિવારને
તંત્રનું આશ્વાસન
યુક્રેનમાં ફસાયેલા
શિવમ કમલેશભાઈ નાયક,જાદવ મિત
દેવાન,હેતુલ
કિશનભાઈ પરીખ,મિમિત
હિતેશકુમાર મોદી,ભૂમિકા
મુનેશપુરી ગોસ્વામી,ધ્વી
હિતેશકુમાર પટેલ,તીર્થ
વિપુલકુમાર પટેલ,પાનેરી
અશ્વિનકુમાર પટેલ ,દિયા
ચેતનકુમાર પટેલ સહિત યુક્રેન માં ફસાયેલાવિદ્યાર્થીઓના ઘરે જઈ અધિકારીઓએ રૃબરૃ મુલાકાત કરી
આશ્વાસન આપ્યું હતુ. વધુમાં જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ યુક્રેન
માં ફસાયેલા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ના વાલીઓનો અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવનાર છે.


