મહેસાણા નગરપાલિકાની કારોબારી સમિતિની 10જુલાઇએ બેઠક યોજાશે
- ગ્રાન્ટનો દુરઉપયોગ નહીં કરાય, કોંગ્રેસ
- પ્રમુખનો તાજ ભાજપના શીરે છે જ્યારે કારોબારી સહિત કમિટિઓ ઉપર કોગ્રેસનો કબજો
મહેસાણા તા.7 જુલાઈ,
2020 મંગળવાર
મહેસાણા નગરપાલિકાના ચેરમેને ૧૦ મી જુલાઇએ કારોબારી
સમિતિની બેઠક બોલાવી છે. જેમા અગાઉ કારોબારી કમિટીનું પ્રોસીડીગ વંચાણે લઇ બહાલ
રાખવા તથા અન્ય વિકાસના કામો સહિતના મુદ્દા એજન્ટામાં રજુ કરાયા છે.ત્યારે
કોંગ્રેસ હસ્તક રહેલી કારોબારી સમિતિમાં શું નિર્ણય કરાવમાં આવેશે તેની તરફ સૌની
મીટ મંડાઇ છે.
મહેસાણા નગરપાલિકાની ચુંટણીને આડે હવે માંડ ત્રણ
મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે આગામી ૧૦મી જુલાઇ મળનાર કારોબારી સમિતિની બેઠક
મહત્વ પૂર્ણ બની રહેશે જેમાં સીક્યુરીટી
કોન્ટ્રકટર,
ગેરેજ શાખાના ૨૮ લાખના ટેન્ડર, ફેરિયાઓને
સ્ટ્રીટ વેન્ડીંગ મંજુર કરવાની, સીટી બસના નવી ટેન્ડર પ્રક્રિયા સેનીટાઇઝેશનની
કામગીરી જેમાં માત્ર એક જ કંપનીને ટેન્ડરથી કામો અપાયેલ છે. કેબલ નવીન નાંખવા કે
રીપેરીંગનો કોન્ટ્રાકટનું ટેન્ડર, વોટર વર્કસ તથા બાંધકામ
શાખાના કામોના ટેન્ડરો મંજુર કરવા ભાજપ શાસિત પાલિકા દ્વારા બગીચા મેન્ટેનન્સીના
ટેન્ડર વગેરેના ભાવો મંજુર કરી નિકાલ કરવા સારૃ ચર્ચા-વિચારણા કરાશે. નોધપાત્ર છે
કે હાલ મહેસાણા નગરપાલિકામં પ્રમુખનો તાજ ભાજપના શીરે છે. જ્યારે કારોબારી સહિતની
વિવિધ કમિટિઓ ઉપર કોંગ્રેસનો કબજો હોવાથી વહિવટી ગુચવડો જોવા મળે છે.પાલિકાના
પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રજા હિતમાં નિર્ણયો કરાશે પરંતુ ગ્રાન્ટનો દુર ઉપયોગ કરવામાં નહીં
આવે.