નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ પાણીની પરબ જર્જરીત બની ગઇ
- કડી બજારમાં પોલીસ સ્ટેશનની પાછળ 2012-13માં
- આકરા ઉનાળામાં સામાન્ય લોકોને પાણી ખરીદીને પીવું પડે છેઃપાલિકાની બેદકારીથી બિસ્માર બની
મહેસાણા તા.27 માર્ચ 2019, ગુરૂવાર
કડી બજારમાં પોલીસ સ્ટેશનની પાછળ આવેલ દવાખાનાની બાજુમાં ૬ વર્ષ આગઉ નાયબ મુખ્યમંત્રીએ પાણીની પરબનું આમ જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પરબ સત્તાધીશો અને સેવાભાવી કાર્યકરોએ નજર અંદાજ કરતાં સાવ જર્જરીત બની જવા પામી છે. તેમજ તંત્રની રહેમ નજર તળે શેરડીના કોલા અને પાનના ગલ્લાવાળા નો અડીગો બની ગઇ છે.
કડી ઔધોગિક અને વેપારની ર્દસ્ટિએ મહેસાણા જિલ્લાનું અગત્યનું શહેર ગણાય છે કડી શહેરમાં આજુબાજુના ગામોના લોકો દિવસ દરમીયાન ખરીદી તેમજ ધંધાર્થે અવરજવર રહે છે. અને ખરીદી કરવા આવતા સામાન્ય લોકોને પીવાના પાણીને ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી કડી બજારમાં સને ૨૦૧૨-૧૩ નાયબ મુખ્યમત્રીએ આશરે ત્રણ લાખના ખર્ચે બનાવેલ પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ કડી પાલિકાના સત્તાધિશો દ્વારા આ પરબને નજર અંદાજ કરી યોગ્ય સંચાલન તેમજ રખરખાવ ન કરાત પાણીની પરબ મુકેલ નળ પણ તૂટી જતાં બિસ્માર બની જતાં આકરા ઉનાળામાં કડીમાં આવતા લોકો તરસ છીપાવવા પૈસા ખર્ચીને પાણી પીવુ ં પડે છે.
શેરડીના કોલું અને પાનના ગલ્લાના અડીંગા
પાણીની પરબની બેકાળજી દાખવતાં જર્જરીત બની ગઇ છે. તેમ છતાં આ પરબની આગળ શેરડીના કોલા અને પાનના ગલ્લાવાવાળાઓએ અડીંગો જમાવ્યો છે. તંત્ર ના સત્તાધીશો જાણતા હોતા છતાં આર્થિક લાભ સારૃ આ પરબ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. સુ તંત્રઆ પરબ રીનોવેશન કીર ઉનાળામાં લોકોની તરસ છીપાવશે ખરા ?