Get The App

છાલા પાસે ડમ્પરની અડફેટે ટેમ્પો પલટી જતાં યુવાનનું મોત

- ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર

- પ્રાંતિજનો યુવાન ટેમ્પોમાં ટાઈલ્સ ભરીને હિંમતનગર જઈ રહયો હતો તે દરમ્યાન અકસ્માત સર્જાયો

Updated: Jun 24th, 2020

GS TEAM

Google News
Google News
છાલા પાસે ડમ્પરની અડફેટે ટેમ્પો પલટી જતાં યુવાનનું મોત 1 - image


ગાંધીનગર, તા. 24 જૂન 2020, બુધવાર

ગાંધીનગર શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ગઈકાલે છાલા પાસે ડમ્પરની અડફેટે ટેમ્પો પલટી ગયો હતો અને તેમાં સવાર ચાલક અને તેનો મિત્ર દબાઈ ગયા હતા. જેમાં ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. 

ગાંધીનગર શહેર નજીક હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની છે. પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામનો યુવાન મેહુલસિંહ બાદરસિંહ મકવાણા તેના મિત્ર રાકેશસિંહ સુરેશસિંહ મકવાણા સાથે ગઈકાલે સાંજે ગોતાથી તેના ટેમ્પોમાં ટાઈલ્સ ભરીને હિંમતનગર તરફ જઈ રહયા હતા તે દરમ્યાન છાલા પાસે પુરઝડપે જતાં ડમ્પરે પાછળથી તેમના ટેમ્પોને અડફેટે લીધો હતો. જેના પગલે પાછળના ભાગે બેઠેલો રાકેશ નીચે ફેંકાઈ ગયો હતો જયારે મેહુલસિંહ ગાડી નીચે દબાયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તે સ્થળ ઉપર પહોંચી હતી. જયાં મેહુલને મૃત જાહેર કરાયો હતો. 


Tags :