પાલોદર ગામે ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટય દિવસ ઉજવાયો
- મહેસાણા તાલુકાના યાત્રાધામમાં આંગી ચડાવી
- યજુર્વેદ આધારે અગિયારસના દિવસે ખેડૂતલક્ષી સુકન જોવાશે જ્યારે બારસે કાળકા માતાજીની સઘડી નીકળશે
મહેસાણા,તા.23
મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે પાચમના
દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચધાતુના
રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચતાં આગી ચડાવવામાં આવી હતી.
પાલોદર ગામે ચોસઠ જોગણી
માતાજીની રથયાત્રા પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં
માતાજીને આગી ચડાવવામા આવી હતી. બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. જેને લઇને
પ્રાગટય દિવસે દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં
માઈભક્તો વહેલી સવારથી જ યાત્રાધામમાં પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં
માઈભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.
આગામી ૨૯ માર્ચથી બે દિવસ માતાજીનો
લોકમેળો(જાતર) યોજાશે. આ લોકમેળાને લઈ સરપંચ વિનુભાઈ પટેલ, સમસ્ત ગ્રામજનો, તલાટી જીપીન ચૌધરી, પંચાયત સભ્યો સહિત
ગ્રામજનો માતાજીના મેળાની તૈયારીઓમાં ભારે જહેમત ઊઠાવી રહ્યા છે. જેમાં ૨૯ માર્ચ
ફાગણ વદ અગિયારસના દિવસે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન
(વર્ષ ફળનો વરતારો) જોવામાં આવશે. જ્યારે ૩૦મી માર્ચ બુધવારે કાળકા માતાની સળગતી
સઘડી નીકળશે. જે બન્ને દિવસોએ શ્રધ્ધાળુઓમાં દર્શનનુ અનેરું મહત્વ રહેલું છે.