Get The App

સિદ્ધપુર 73, ખેરાલુ 75, રાધનપુર 46, દિયોદરમાં 39 મીમી વરસાદ નોંધાયો

- અપૂરતા વરસાદથી ખેડૂતોનો પાક મુરઝાવા લાગ્યો

- ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તાર હજુ કોરોધાકોર વરસાદી માહોલ સર્જાય છે પરંતુ વરસતો નથી

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
સિદ્ધપુર 73, ખેરાલુ 75, રાધનપુર 46, દિયોદરમાં 39 મીમી વરસાદ નોંધાયો 1 - image

મહેસાણા,તા.01 ઓગસ્ટ 2020, શનિવાર

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૃ થયાને દોઢ માસ પુરા થવા આવ્યા છતાં હજુ ખેતીલાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જોકે ક્યારેક ક્યારેક હળવા ઝાપટા કેટલાક વિસ્તારોમાં વરસી જાય છે. ઉત્તર ગુજરાતના ખેરાલુ અને સિદ્ધફુરમાં ગત રાત્રિ દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ થયો હતો. બાકી ઘણા તાલુકાઓમાં હજુ વરસાદ નહીવત છે. જ્યારે ત્રીજી ઓગસ્ટના રોજ હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે.

મહેસાણા જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ વરસતો નથી. દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારો તેમજ સમી સાંજના વરસાદી માહોલ સર્જાય છે. પરંતુ વરસાદ વરસવાનું નામ લેતાં નથી. ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી વાવેતર કરેલ છે. તેઓ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના ખેરાલુમાં મોડી રાત્રિ દરમિયાન ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૃ થયો હતો. ૩ ઈંચ જેવો વરસાદ થતાં ખેડૂતોના મુરઝાતા પાકને જીવતદાન મળવા પામ્યું છે. ખેરાલુના માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ૩ ઈંચ, રાધનપુરમાં ૪૬ મીમી જ્યારે બનાસકાંઠાના દિયોદરમાં ૩૯મીમી વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગે કોરાધાકોર જોવા મળ્યા છે.

ભાભરમાં વીજળી પડતાં ભેંસનું મોત

ભાભર પંથકમાં શનિવારની બપોરના સુમારે સામાન્ય વરસાદ શરૃ થયો હતો. જોકે વિજળીના કડકા ભડકા થતા બેડા ગામના ખેડૂત રમેશભાઈ પટેલના ખેતરમાં વીજળી પડતાં ભેસનું મોત થયું છે.

થરાદમાં વરસાદી ઝાપટું પડતાં બફારાથી રાહત

થરાદ શહેરી વિસ્તારમાં તેમજ તાલુકાના અમુક ગામોમાં શનિવારે સવારે વાતાવરણમાં પલટો આવતાં ૧૧ કલાકની આસપાસ વરસાદી ઝાપટું પડયું હતું. સામાન્ય વરસાદી ઝાપટું પડતાં બળીયા હનુમાન ચોક પાસે તેમજ શહેરમાં કેટલીક જગ્યાએ ખાબોચિયા ભરાયા હતા. બજારમાં ઠેરઠેર બમ્પ હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી. આથી વરસાદી પાણી રોકાઈ જવા પામે છે.

સુઈગામ તાલુકામાં વરસાદ પડતાં આનંદ

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ હાથતાળી આપી જતા રહે છે ત્યારે શનિવારે દિવસ દરમિયાન ગરમીને કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈ સુઈગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

પાટણ જિલ્લાનો વરસાદ

તાલુકો મીમી

હારીજ ૩૬

રાધનપુર ૪૬

સમી ૧૪

સાંતલપુર ૨૭

સરસ્વતી ૩૦

શંખેશ્વર

પાટણ ૩૬

સિદ્ધપુર ૭૩

પાલનપુર જિલ્લાનો વરસાદ

તાલુકો મીમી

દિયોદર ૩૯

પાલનપુર

વડગામ ૧૨

કાંકરેજ

દાંતા

મહેસાણા જિલ્લાનો વરસાદ

તાલુકો મીમી

ખેરાલુ ૭૫

ઊંઝા

મહેસાણા

Tags :