Get The App

બહુચરાજીની 27 ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠકો મહિલા અનામત

- તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તૈયારીઓ

- ૪૪ ગ્રામ પંચાયતોના સરપંચની બેઠકો બિનઅનામત વર્ગ માટે જાહેર કરવામાં આવી છે

Updated: Sep 24th, 2021

GS TEAM

Google News
Google News
બહુચરાજીની 27 ગ્રામ પંચાયતોના સરપંચોની  બેઠકો મહિલા અનામત 1 - image

ચાણસ્મા તા.24

બહુચરાજી તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે  રોટેશન જાહેર કરાયું છે. જેમાં ૨૭ બેઠકો મહિલા માટે અનામત રખાઇ છે. જેમાં તાલુકાની સૌથી મોટી બહુચરાજી અને મોઢેરા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં આવશે. 

બહુચરાજી તાલુકા પંચાયતના સરપંચ પદ માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી આયોગના પ્રતિનિધિ દ્વારા રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૫૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૭ બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી છે.  કરણપુરા અને ગાંભુ- દેદરડા બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય તેમજ ચંદ્રોડા અને છટાસણા- વણપુર બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે જાહેર કરાઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ધનપુરા અને ધારપુરા ખાંટ સામાન્ય તેમજ દેલવાડા ખાંટ, દેથલી અને દેવગઢ ગ્રામ પંચાયત મહિલાને ફાળવાઈ છે. જ્યારે બાકીની ૪૪ ગ્રામ પંચાયતોના સરપંચ પદ બિન અનામત વર્ગ માટે જાહેર કરાયા છે. મહિલાઓ માટે એંદલા, અજબપુરા, આકબા, અંબાલા, આસજોલ, બરિયફ, બહુચરાજી, ભલગામડા, ચડાસણા, ચાંદણકી, ડેડાણા, દેલપુરા ખાંટ, ડોડીવાડા, ફીંચડી, ગણેશપુરા ગાંભુ, ગણેશપુરા કાલરી, ઇન્દ્રપ, જેતપુર, કાલરી, ખાંભેલ, મોઢેરા અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.જ્યારે બિન અનામત સામાન્ય માટે આદીવાડા, કનોડા- કકાસણા, કરણસાગર, મંડાલી, માત્રાસણ, મોટપ, પોયડા, પ્રતાપગઢ, રણછોડપુરા, રણેલા, રાંતેજ, રૂપપુરા, સદુથલા, સાપાવાડા, શંખલપુર, સુજાણપુરા, સુરજ, સુરપુરા, ઉદેલા, વણપુર, વેણપુરા અને વિજાપુરડા ગામનો સમાવેશ થાય છે.

Tags :