મહિલાઓના પરિવારને આત્મનિર્ભર બનાવી રહ્યું છે 'સખી મંડળ'
- અત્યાચાર, ઘરેલું હિંસા, વિસ્તારની સમસ્યાઓ જેવા સખીના પ્રશ્નોને તંત્રની પ્રાથમિકતા બની રહેતા હોય છે
- પાલોદર ગામે મળેલી મિટીંગમાં અધિકારીઓએ સમજાવ્યું, બેન્ક સખી, ગૃહ ઉદ્યોગ, એજ્યુકેશન કોર્ષ જેવી યોજના ગામડાને શહેરની જેમ ચમકાવી શકે
મહેસાણા,તા.12
મહિલાઓ પોતાના પરિવારને આર્થિક, સામાજિક રીતે
પ્રોત્સાહન આપવા સખી મંડળ ખૂબ ઉપયોગી બની રહ્યું છે. પાલોદરમાં યોજાયેલી મિટીંગમાં
દરેક મહિલાઓને સમજ આપવામાં આવી હતી કે ગામડામાં જ રહી પોતાની સાથે કુંટુંબને પણ
આત્મનિર્ભર બનાવી શકે છે. તેમજ પારિવારીક કે વિસ્તારની સમસ્યાઓ ઉપર સખી મંડળની
રજૂઆતને વહિવટી તંત્ર પ્રાથમિકતા આપી મદદરૃપ બને છે.
મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે મહિલાઓને સખી મંડળનો મહત્તમ
લાભ આપવા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સીના પ્રોજેક્ટ મેનેજર રણજીતસિંહના સંકલનથી આસી.પ્રોજેક્ટ મેનેજર રમેશભાઈ પટેલ, બીઓબી આરસેટી
ડાયરેક્ટર એલ.કે.મીના સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ ગામમાં સખીઓની વચ્ચે
આવી હતી. ૫૦થી વધુ મહિલાઓ અને યુવાનોને
સમજાવતા જણાવ્યું હતું કે,
સખી મંડળ થકી મહિલા શહેરની માફક
બેન્કો, ઉદ્યોગો, અભ્યાસના
સ્ત્રોતનો લાભ ખૂબ સહેલાઈથી મેળવી શકે છે.
સખીના પરિવારમાં બેરોજગાર યુવાન, પુરુષોને પણ રોજગારી
આપવાની યોજનાઓ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ઘરેલું હિંસા, અત્યાચાર, આસપાસની
સમસ્યાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સખીના અવાજને તંત્ર દ્વારા પ્રાધાન્ય આપી
ઝડપથી નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જાહેર,
ખાનગી, વહીવટી
તમામ ક્ષેત્રોમાં મહિલાઓનો સિંહ ફાળો વધી રહ્યો છે.જેમાં સખી મંડળને ૧ લાખથી લઈ ૫
લાખ સુધીની લોન સહાય મળે છે. જેના દ્વારા ગામડાઓની મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારી
આત્મનિર્ભર અને આત્મસન્માન આપી શકાય છે.