રિક્ષાચાલકોએ હવેથી વાદળી કલરનું એપ્રોન પહેરવું પડશે
- નવા નિયમો થોપવાને બદલે રિક્ષાચાલકોને આર્થિક સહાય જાહેર કરો
મહેસાણા,
તા. 14 જુલાઇ 2020, મંગળવાર
રિક્ષા ચાલકોને હવેથી વાદળી કલરનું એપ્રોન પહેરવાનો રાજ્યના
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારના આ ઠરાવનો
મહેસાણા જિલ્લા ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસીએશન પ્રમુખ ેવિરોધ નોંધાવ્યો છે અને
આર્થિક સહાયની માંગ કરી છે.
કોરોના મહામારીતી સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન કરવામાં
આવ્યું હતું. આ લોકડાઉનથી ધંધા,
રોજગારને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમાંય ખાસ કરીને રિક્ષાચાલકોની હાલત
દયનીય બની છે. જોકે લોકડાઉન તો હટાવાયું છે પરંતુ કોરોનાનું સંક્રમણ ન વધે તે
હેતુસર રિક્ષામાં બે જ મુસાફરોની સરકારે પરવાનગી આપી છે ત્યારે રિક્ષાચાલકોને ધંધો
પણ થતો નથી ત્યારે રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં
રિક્ષાચાલકો માટે પહેરેલ કપડે વાદળી કલરનું એપ્રોન ને યુનિફોર્મ તરીકે નક્કી
કરવામાં આવેલ છે. ત્યારે સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લા
ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસીએશનના પ્રમુખે તો સરકારના આ નિયમોનો કડક શબ્દોમાં વિરોધ
નોંધાવતા રિક્ષાચાલકોને આર્થિક સહાયની માંગ કરી છે.
સરકારે એકતરફી નિર્ણય લીધો છે
આ મામલે મહેસાણા જિલ્લા ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસીએશનના
પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારે એસોસીએશનને વિશ્વાસમાં લીધા વિના
યુનિફોર્મનો નિર્ણય કર્યો છે તે અયોગ્ય છે અને હાલમાં ધંધો નથી ત્યારે સરકારે નવા
નિયમો થોપવાની જગ્યાએ આર્થિક સહાય આપવી જોઈએ.
રિક્ષાચાલકોની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર નિર્ણય
રિક્ષાચાલકોનો રાજ્યમાં કોઈ જ ડ્રેસ કોડ નથી અને યુનિફોર્મ
ન હોવાથી તંત્રને અનેક મુશ્કેલીઓ પણ પડી રહી છે ત્યારે રિક્ષાચાલકોની સરળતાથી
ઓળખાણ થાય તે હેતુસર વાદળી કરનું એપ્રોન યુનિફોર્મ તરીકે નક્કી કરાયું છે.