Get The App

વાંકાનેરડા, કલોલ અને પલોડિયામાં પોલીસે જુગાર રમતા 28ને પકડયા

- જિલ્લામાં શ્રાવણ પહેલા જ જુગાર ધમધમ્યો

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
વાંકાનેરડા, કલોલ અને પલોડિયામાં પોલીસે જુગાર રમતા 28ને પકડયા 1 - image


ગાંધીનગર, તા. 2 જુલાઇ 2020,  ગુરુવાર

કલોલ પૂર્વમાં આવેલી ગજેન્દ્ર પાર્ક સોસાયટીમાં એલસીબીએ દરોડો કરી ચાર જુગારીને ૪૭ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપી લીધા હતા અને ડભોડાની હદના વાંકાનેરડા ગામની સીમમાં પણ ખેતરની ઓરડીમાં જુગાર રમતાં ૧૪ ઈસમોને રોકડ અને વાહનો મળી ૧ર.૩૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા તો સાંતેજ પોલીસે પણ બાતમીને આધારે ૧૦ જુગારીઓને ૩૪ હજાર ઉપરાંતની રોકડ રકમ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ગાંધીનગર એલસીબીએ દરોડો પાડી ૧૩ વાહનો સહિત ૧૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

કલોલ પૂર્વમાં આવેલી ગજેન્દ્ર પાર્ક સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબીએ દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા પ્રકાશ રામાભાઇ કટારીયા રહે.ગજેન્દ્ર પાર્ક સોસાયટી રેલ્વે પૂર્વ કલોલ, મહેશજી જયંતિ જી ઠાકોર રહે.આરસોડિયા હુડકો, સૂરજ ઉર્ફે સુરેશ ગોવિંદભાઇ લેઉવા રહે.સર્વોદય સોસાયટીની બહાર છાપરામાં, શોભનાબેન ઉર્ફે કાળી દશરથજી ઠાકોર રહે.માધુપુરા વાસ કલોલ પૂર્વેને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૃપિયા ૪૭,૮૦૦ની રોકડ રકમ કબ્જે લઇ જુગારીઓની ધરપકડ કરી હતી. જ્યારે બીજા એક બનાવમાં સાંતેજ પોલીસે બાતમીને આધારે પલોડીયા ગામમાં દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા અશોકજી કાળાજી ઠાકોર રહે. પલોડીયા, ગૌતમ વીરચંદભાઇ પટેલ રહે.ઇશ્વરકૃપા સોસાયટી સોલા, પરેશ ચીનુભાઇ પટેલ રહે.વિકાસ પૂર ગામ તા.દસ્ક્રોઇ, ભરતજી પટેલ રહે.ઇશ્વરકૃપા સોસાયટી સોલા, પરેશ ચીનુભાઇ પટેલ રહે.વિસલ પર ગામ તા.દસ્ક્રોઇ, ભરતજી પ્રહલાદજી ઠાકોર રહે.થોળ ગામ, વિષ્ણુજી ચુંડાજી ઠાકોર રહે.નાંદોલી, જયંતિ જી દલાજી ઠાકોર રહે.નંદોલી, બચૂજી મંગાજી ઠાકોર રહે.શીલજ ગામ, ગાંભાજી પોપટજી ઠાકોર રહે.પલોડીયા, અશ્વિન ભગવાનભાઇ પટેલ રહે.શીલજ, ઘનશ્યામ શંકરભાઇ પટેલ રહે.શીલજ ને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૃપિયા ૩૪,૨૦૦ ની રોકડ રકમ કબ્જે લઇ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બંને દરોડામાં કુલ ૧૪ જુગારીઓ ૮૨ હજારની રોકડ રકમ સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં.

Tags :