ફીની ઉઘરાણી કરતી શાળાઓ સામે પગલાં લેવા NSUIની માંગ
ગાંધીનગર, તા. 5 જુલાઇ 2020, રવિવાર
કોરોનાની મહામારીના પગલે અપાયેલા લોકડાઉન અગાઉ જ શાળા-કોલેજોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતાં. ત્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં દૈનિક ખર્ચાઓ પણ થતાં ન હતાં. આમ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના લોકો આર્થિક સંકળામણ ભોગવી રહ્યાં છે. આવા પરિવારોને ખાનગી શાળા-કોલેજો દ્વારા ફીમાં રાહત આપવા માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય સરકારે શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી આમ અનુકુળતા મુજબ શૈક્ષણિક વર્ષની ફી ન ઉઘરાવાનું સ્વિકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકુળતા કરી આપવા છતાં તેનું પાલન નહીં કરીને ગાંધીનગર જિલ્લામાં બેફામ બનીને ખાનગી શાળાઓ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી છે તેની સામે પગલાં ભરવાની માંગ સાથે એનએસયુઆઇએ આવેદનપત્ર આપી વિરોધ પ્રગટ કર્યો છે.