મહેસાણાના ટીબી રોડ પરથી કુખ્યાત બુટલેગર કનુ ઠાકોરનો દારૃ ઝડપાયો
- નવનિયુક્ત પોલીસ અધિક્ષકનો સપાટો
- એલસીબીએ રૃ.૬.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ,એક આરોપીની ધરપકડઃ સુત્રધાર ફરાર થયો
મહેસાણા તા. 29 મે 2020, શુક્રવાર
મહેસાણા શહેરના ટીબીરોડ ઉપર વિદેશી દારૃની મોટાપાયે કટીંગનો
એલસીબીએ પર્દાફાશ કર્યો હતો. કુખ્યાત બુટલેગર કનુ ઠાકોર પોતાની કારમાં દારૃ ભરીને
પોતાના ઘરમાં ઠાલવી રહ્યો હતો. પોલીસે અહીંથી ફરાર થયેલા મુખ્ય સુત્રધારનો
સાથીદારની ધરપકડ કરી હતી. જ્યારે રૃ.૬૮૪૪૬૨ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઇ રાજેન્દ્રસિંહને બાતમી
મળી હતી કે, બુટલેગર
કનુજી વિહાજી ઠાકોર અને હનુમંત હેઠુવાનો વિષ્ણુ
કરમસિંહ ઠાકોર સ્વીફટ કારમાં જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૃનો જથ્થો
ભરીને કનુના ઘરમાં મુકી રહેલ છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.એ.પરમાર, પીએસઆઇ
આર.કે.પટેલ સહિતની પોલીસની ટીમે આ સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. જોકે દારૃની હેરાફેરી
કરનાર મુખ્યસુત્રધાર કનુ ઠાકોર પોલીસને જોઇ નાસી છુટયો હતો. જ્યારે વિષ્ણુ ઠાકોર
ઝડપાઇ ગયો હતો. કારમાં પોલીસે તપાસ કરતાં અંદરથી નાની મોટી દારૃની ૧૩૩૯ બોટલો મળી
આવી હતી. જેથી પોલીસે કાર અને દારૃના જથ્થા સહિત કુલ રૃ.૬.૮૪ લાખનો મુદ્દામાલ કબજે
કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થયેલા મુખ્ય સુત્રધાર કનુજીને
પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.