સરઢવની મહિલાના મોત સહિત ગાંધીનગર તાલુકામાં નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓ
- ગાંધીનગરમાં કોરોનાના રેકોર્ડબ્રેક 45 કેસ
ગાંધીનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ખુબ જ ઝડપથી કોરોનાનો વારયસ ફેલાઇ રહ્યો છે. એટલું જ નહીં આ વાયરસ પ્રાણઘાતક પણ શહેર અને જિલ્લામાં સાબિત થઇ રહ્યો છે. આજે ઐતિહાસીક રીતે ગાંધીનગરમાંથી ૪૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે પોઝિટિવ ત્રણ દર્દીના મોત પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિપજ્યાં છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે. એક બાજુ અનલોકને કારણે બજાર અને વાહનવ્યવહાર ખુલ્લી ગયો છે તો બીજી બાજુ વરસાદી ભેજવાળુ વાતાવરણ સર્જાયું છે. આ બંને સ્થિતિ કોરોનાના અતિ ચેપી અને જીવલેણ વાયરસના ફેલાવા માટે ફેવરેબલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નગરજનોને ઘરમાં જ રહેવા માટે નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે તો બહાર જવાનું થાય ત્યારે માસ્ક અને સોશ્યલ ડીસ્ટસીંગ સાથે સરકારના અન્ય નિયમોનું પાલન કરવા પણ ડોક્ટરોએ સલાહ આપી છે.
ગાંધીનગર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ગાંધીનગર તાલુકાના લગભગ દરેક ગામોમાં કોરોનાનો ચેપ ફેલાઇ ગયો છે. ત્યારે આજે સરઢવમાંથી પોઝિટિવ આવેલી ૫૬ વર્ષિય મહિલાનું મૃત્ય પણ થયું છે. ગાંધીનગર તાલુકાના વાસણ ગામના વૃદ્ધ કોરોનામાં સપડાયાં ઉપરાંત રાંધેજામાંથી આજે બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. રાંદેસણમાં રહેતા બે વૃદ્ધ ભાઇઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. જ્યારે પેથાપુરનો યુવાન કોરોનામાં પટકાયો છે. વાવોલમાંથી બે પોઝિટિવ દર્દીઓ આજે પ્રકાશમાં આવી રહ્યાં છે. જ્યારે સરઢવ, વડોદરા, સુઘડ , અડાલજ, કુડાસણ, શેરથામાંથી એક -એક પોઝિટિવ દર્દી મળી ગાંધીનગર તાલુકામાંથી આજે વધુ ૧પ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે.
ક્રમ ઉંમર પુ./સ્ત્રી વિસ્તાર
૧ ૬૫ પુરુષ વાસણ
૨ ૨૮ પુરુષ રાંધેજા
૩ ૪૦ સ્ત્રી વાવોલ
૪ ૭૨ પુરુષ રાંદેસણ
૫ ૬૯ પુરુષ રાંદેસણ
૬ ૪૫ પુરુષ પેથાપુર
૭ ૩૪ પુરુષ સરગાસણ
૮ ૫૬ સ્ત્રી સરઢવ
૯ ૪૧ પુરુષ વિજય એપાર્ટ. વાવોલ
૧૦ ૪૭ પુરુષ વડોદરા
૧૧ ૨૩ પુરુષ સુઘડ
૧૨ ૪૫ પુરુષ અડાલજ
૧૩ ૬૫ પુરુષ કુડાસણ
૧૪ ૫૭ પુરુષ શેરથા
૧૫ ૮૦ સ્ત્રી રાંધેજા