Updated: Aug 30th, 2022
મહેસાણા, તા. 30 ઓગસ્ટ 2022, મંગળવાર
ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી એક તરફી પ્રેમમાં પાગલ યુવાનોનો ત્રાસ વધતો જ જઇ રહ્યો છે, જેમાં પહેલાં ગ્રીષ્માં પછી ઝારખંડની અંકિતાને મોતને ઘાટ ઉતરવુ પડ્યુ. જે રાજ્યમાં યુવતીઓની સુરક્ષા પર પણ સવાલો ઉભા કરે છે, ત્યારે હવે વધુ એક બનાવ મહેસાણામાં બન્યો છે. એક યુવકે સગીરાની હત્યા કરી નાખી છે.
શું છે પુરી ઘટના
મળતી માહિતી પ્રમાણે આ બનાવ મહેસાણાના જોટાણા તાલુકાના એક ગામનો છે, જ્યાં આરોપી મહેન્દ્ર અમૃત રાવળ સંબંધમાં પીડિત યુવતીનો કૌટુંબિક ભાઈ છે. જે આરોપી યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે સગીરાના પરિવારે યુવકને ઠપકો પણ આપ્યો હતો.
ના પાડતા સગીરાની હત્યા
સગીરાએ યુવકને ના પાડ્યા પછી પણ તે સુધર્યો નહી અને કિશોરીને લઇને મનમાં ખુન્નસ ભરી રાખી અને કિશોરી પોતાના ઘરે બ્રશ કરી રહી હતી ત્યારે આરોપીએ તેના પર ધારિયાથી હુમલો કરી દીધો જેના કારણે કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેનું મોત થયું હતું. આ મામલે સાંથલ પોલીસ મથકે આરોપી મહેન્દ્ર રાવળ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.