મહેસાણા રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો

મહેસાણા, તા. 04 નવેમ્બર 2022, શુક્રવાર

મહેસાણા રેલવે સ્ટેશન પર દેત્રોજથી લોડ થયેલા ગુડ્સ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ગુડ્સ ટ્રેન દેત્રોજથી સુઝુકી કંપનીની કાર ભરીને દિલ્હી તરફ જઈ રહી હતી. 

આ દરમિયાન મહેસાણાના ભમ્મરિયા નાળા ઉપર રેલવે ટ્રેક બદલવા જતી વખતે અગમ્ય કારણોસર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ અકસ્માતના કારણે અમદાવાદ-દિલ્હી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેથી સવારે 9:20 થી સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ છે.

ગુડસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરવાના કારણે રેલવેના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. રેલવે અધિકારીઓએ ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.

City News

Sports

RECENT NEWS