મહેસાણા જિલ્લામાં 11.78 કરોડના ખર્ચે 83 નવીન ગ્રામ પંચાયત બનશે
- મનરેગા અંતર્ગત શ્રમિકોને રૂ. 2.35 કરોડની રોજગારી ઉભી થશે
- 79 પંચાયતો માટે 11 કરોડ જ્યારે 4 પંચાયત ઘરના બાંધકામ માટે 72 લાખ ફાળવાશે
મહેસાણા,તા.19
મહેસાણા જિલ્લામાં વર્ષો જુની ગ્રામ પંચાયતોના નવીન
બાંધકામની માંગણીઓ લાંબા સમય બાદ પુરી થઈ છે. જે અંતર્ગત જિલ્લામાં ૧૧.૭૮ કરોડના
ખર્ચની મંજૂરી સાથે ૮૩ નવીન ગ્રામ પંચાયત ઘરોના સ્વરૃપ બદલાશે. આ બાંધકામમાં
મનરેગા યોજનાને સાંકળી લેવાતાં ૨.૩૫ કરોડ રૃપિયા મજૂરીની સીધી રકમ શ્રમિકોના
ખાતામાં જમા થશે.
મહેસાણા જિલ્લાની ૮૩ ગામમાં નવીન પંચાયત ઘરના બાંધકામની
મંજૂરી મળી છે. જેના બાંધકામમાં વપરાતા માલ-સામાન અને રોજગારી મળી આશરે રૃ.૧૧.૭૮
કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં ૭૯ પંચાયતો માટે પંચાયત દિઠ ૧૪ લાખના ખર્ચી ૧૧
કરોડ જ્યારે ૪ પંચાયતો માટે ૧૮ લાખ ખર્ચી
કુલ ૭૨ લાખ ખર્ચ કરવામાં આવનાર છે. જો કે, મહેસાણા તાલુકાની ૧૩ નવીન ગ્રામ પંચાયતો
પાછળ ૧.૮૬ કરોડ ખર્ચ કરવામાં આવશે.
મહત્વનું છે કે, ગામડાઓમાં
રોજગારી સર્જન કરવા મનરેગા યોજના અંતર્ગત સમાવિષ્ટ શ્રમિકોનો આ તમામ પંચાયતના
બાંધકામમાં ઉપયોગ થશે. જેના લીધે મહેસાણા જિલ્લામાં કુલ ૨,૩૫,૬૦,૦૦૦ રૃપિયા સીધા
શ્રમિકોના ખાતામાં જમા કરી રોજગારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 18 લાખના ખર્ચને નિર્માણ પામનાર પંચાયતમાં પંચાયત દિઠ 3.60 લાખ જ્યારે 14 લાખના ખર્ચે બનનાર પંચાયતોમાં પંચાયત દિઠ 2.80 લાખ રૃપિયાની રોજગારી ગામમાં ઉભી થશે. ઉલ્લેખનીય છે
કે, મહેસાણા
તાલુકા કક્ષાનો કાર્યક્રમ દેવરાસણ ગામે યોજી ગામની નવીન પંચાયતનું ખાતમુર્હત
કરાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ, શારદાબેન પટેલ
સહિતના અગ્રણીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં તાલુકાના ગામોમાં નવીન મંજૂર થયેલ પંચાયતો
મહેસાણા : બળવંતપુરા, ખરસદા, નદાસા, પાલોદર, હેડુવા-રાજગર,ઔ લાલજીનગર, બામોસણા,
બોદલા, સોનેરીપુરા, ભેસાણા,
દેવરાસણ, દેલોલી, છઠીયારડા
વિજાપુર : ગણેશપુરા, સુંદરપુર, ઈભરામપુરા, સરદારપુર, રણશીપુર,
કોટ, મલાવ, ગવાડા,
રામપુરા (કો)
ખેરાલુ : નાની હિરવાણી, વાવડી(ખે), અરઠી, લીમડી, રસુલપુર, મહેકુબપુરા, લુણવા, ચાડા, ફતેપુરા(ખે), કુડા, મંદ્રોપુર, ચાચરીયા
કડી : વામજ, ડરણ, દેલ્લા, જેસંગપુરા, પંથોડા, હરીપુરા, અંબાવપુરા, મણીપુર, બલાસર, બાલથી ધરમપુર, વણસોલ, કમળાપુરા, નાગરાસણ, ઝુલાસણ
વડનગર : રાજપુર(વડ), કરબટીયા, ત્રાંસવાડ, ઊઢાઈ, ખટાસણ,
સરણા
સતલાસણા : વાવ, ફતેપુરા-જવાનપુરા, નેદરડી, સુદાસણા, ઈશાકપુરા
બેચરાજી : રણેલા, સદુથલા, આકબા, ગણેશપુરા(કાલરી), વેણપુરા, ચંદ્રોડા
વિસનગર : ખરવડા, ગણેશપુરા(પુ.), બાજીપુરા, ગણેશપુરા (ત), ગણપતપુરા, મહમદપુર, ગુંજા
જોટાણા : રાણીપુર, ધનપુરા (કટો), ગોકળપુરા, ઈજપુરા (જે), તેજપુરા, તેલાવી, હરસુંડલ, ભટારિયા, આલમપુર
ઊંઝા : કામલી