Updated: Jul 29th, 2022
મહેસાણા,તા.28
મહેસાણા તાલુકાના ગામડામાં રહેતી બે સંતાનની માતાને
મોટીદાઉના એક શખસે તેના પતિ અને બે બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણીને અમદાવાદ, શીરડી અને ખેડાના મલાતજ લઈ જઈને તેને ૨૫ દિવસ સુધી દારૃ
પીવડાવી અર્ધભાન અવસ્થામાં રાખી હતી.ત્યારબાદ પરત લાવ્યા બાદ પીલુદરા જતા રસ્તે
રેલવે ફાટક નજીકના તળાવ પાસે હત્યા કરવાના ઈરાદે ફીનાઈલ પીવડાવી તળાવમાં ધક્કો
મારીને નાસી ગયો હતો.પશુપાલકોએ પરિણીતાને બહાર કાઢ્યા બાદ તેણીને સારવાર માટે
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહેસાણા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની ૩૧ વર્ષિય
પુત્રવધુ માનસી (નામ બદલેલ છે)ના મોબાઈલ ઉપર મોટીદાઉના પ્રજ્ઞોશ ગોવિંદભાઈ પટેલે
ફોન કરીને ધમકી આપીને કહેલ કે,તું મારી
સાથે નહીં આવે તો તારા બે બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ. જેથી પરિણીતા ઘરમાં
કોઈને કહ્યા વિના તા.૧-૭-૨૦૨૨ના રોજ સવારે રીક્ષામાં બેસીને મહેસાણા આવી
હતી.જયાંથી ગાડીમાં બેસીને બન્ને ખેડાના મલાતજ ગયા હતા અને ત્યાંથી બીજા દિવસે
સુરત જઈને બસમાં શેરડી ગયા હતા.
અહીં હોટલમાં ત્રણથી ચાર દિવસ રોકાણ દરમિયાન તેણે પરિણીતાને દારૃ પીવડાવી અર્ધભાન અવસ્થામાં રાખી હતી.શેરડીથી અમદાવાદ લાવી એક અજાણ્યા સ્થળે રૃમમાં ત્રણ દિવસ રહ્યા પછી પાછા ગાડીમાં શેરડી જઈ તા.૨૫-૭-૨૦૨૨ સુધી રોકાયા હતા.સાંજત્ત્યાંથી બસમાં અમદાવાદ આવ્યા બાદ બીજા દિવસે સવારે ગાડીમાં બેસીને મહેસાણા આવ્યા હતા.અહીં હાઈવે પર એક ઝુંપડીમાં રાતવાસો કર્યા પછી પ્રજ્ઞોશે તેણીને પાલાવાસણા બેચરાજી ચોકડીએ ઉતારી દીધી હતી.થોડા સમય બાદ પ્રજ્ઞોશ રીક્ષામાં પાછો આવી તેણીને લઈ જઈ પિલુદરા પાટીયા પાસે ઉતારી મુકી હતી.
જયાંથી તેણી ચાલતી ગામ તરફ
જઈ રહી હતી ત્યારે માર્ગમાં રેલવે ફાટક નજીક ઉભેલા પ્રજ્ઞોશે માનસીને ધસડીને તળાવ
પાસે લઈ ગયો હતો. અહીં ફિનાઈલની બોટલમાંથી એક ઢાંકણુ ફનાઈલ બળજબરીથી પીવડાવી દઈને
તેણીની હત્યા કરવાના ઈરાદે તળાવમાં ધક્કો મારી દીધો હતો અને રીક્ષા લઈને ત્યાંથી
જતો રહ્યો હતો.તળાવના પાણીમાંથી બચવા પરિણીતાએ અડધો કલાક બુમો પાડી હતી.તે વખતે
ગાયો ચરાવવા આવેલા પશુપાલકોએ તેણીને બહાર કાઢી હતી અને સારવાર માટે લઈ જવાઈ હતી.આ
અંગે માનસીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
દારૃ પીવડાવી અર્ધબેભાન કરી દેવાથી સંપર્ક ના કરી શકાયો
પતિ અને બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિણીતાને ૨૫
દિવસ સુધી અમદાવાદ, શીરડી
અને મલાતજની હોટલ અને રૃમમાં રાખી હતી.તે દરમિયાન પ્રજ્ઞોશે તેણીને સતત દારૃ
પીવડાવી અર્ધભાન અવસ્થામાં રાખતો હોવાથી તેના ચુંગાલમાંથી છુટવા પરિણીતા કોઈનો
સંપર્ક કરી શકતી ન હતી.
મહેસાણા આવી યુવતીએ પતિનો સંપર્ક કર્યો હતો
૨૫ દિવસ સુધી સાથે રાખ્યા બાદ પ્રજ્ઞોશ માનસીને લઈને
મહેસાણા આવ્યો હતો અને શહેરના હાઈવે પરની બેચરાજી ચોકડી પર થોડા સમય માટે ઉતારીને
ચાલ્યો ગયો હતો.તે વખતે આ યુવતીએ અજાણી મહિલાના મોબાઈલ પરથી નજીકમાં નોકરી કરતા
તના પતિને ફેોન કર્યો હતો અને બહાર બોલાવ્યા હતા.તેઓ ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી પાછા જતા રહ્યા હોવાનો
ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે.