Get The App

મહેસાણાઃ 31 ડિસેમ્બરની કોમ્બીંગ નાઈટમાં દારૂના 23 કેસ કરાયા

- રાતભર પોલીસ અધિકારી અને કર્મચારીઓ દોડતા રહ્યા

- 1126 વાહનો, 37 ફાર્મ હાઉસ, 132 ધર્મશાળા-હોટલ સહિતના સ્થળો પોલીસ ખુદી વળી

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
મહેસાણાઃ 31 ડિસેમ્બરની કોમ્બીંગ નાઈટમાં દારૂના 23 કેસ કરાયા 1 - image

મહેસાણા, તા.01

૩૧ ડિસેમ્બરની રાત્રીએ નવા વર્ષને આવકારવા ઠેરઠેર શરાબની પાર્ટીઓ યોજાતી હોય છે. જેની ઉપર વોચ રાખવા મહેસાણા જિલ્લામાં પોલીસે કોમ્બીંગ નાઈટનું આયોજન કરીને રાતભર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફાર્મહાઉસ અને શંકાસ્પદ સ્થળોએ તપાસ કરી હતી.આ દરમિયાન દારૃના ૨૩ કેસ નોંધવામાં આવ્યા હતા.

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં શરાબના શોખીનો રાત્રીએ પાર્ટીઓનું આયોજન કરતા હોય છે. આ પ્રવૃતિ ઉપર નજર રાખવા મહેસાણાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહે ૩૧ ડિસેમ્બરની રાત્રીએ કોમ્બીંગ નાઈટ યોજી હતી.આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ બેડામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ જોતરાયા હતા.રાતભરમાં પોલીસે જિલ્લામાં ૧૨૨૬ વાહનો, ૧૩૨ હોટલ-ધર્મશાળા, ૩૭ ફાર્મહાઉસ-ભાડુઆત, ૫૨ શંકાસ્પદ સ્થળો તેમજ ૨૫૦થી વધુ શંકાસ્પદ શખસોની તપાસ કરી હતી.જયારે રાત્રી દરમિયાન દારૃ પીને વાહન ચલાવનાર શખસો સામે ૮, રાજાપાઠમાં ૭ અને દારૃનો જથ્થો રાખનાર ૮ શખસો મળી કુલ ૨૩ ગુનો નોંધવામાં આવ્યા હતા.