Get The App

મહેસાણામાં મેઘરાજાની પધરામણી થઇઃ1.5ઇંચ વરસાદ પડયો

- બેચરાજી તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો

- વિજાપુર તાલુકામાં ૧૩ મીમી, ઉંજામાં ૯ મીમી, વિસનગરમાં ૧૧ અને જોટાણા-વડનગરમાં ૪ મીમી વરસાદ

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણામાં મેઘરાજાની પધરામણી થઇઃ1.5ઇંચ વરસાદ પડયો 1 - image

મહેસાણા તા. 30 જુન 2020, મંગળવાર

મહેસાણા જિલ્લામાં પરોઢીયાના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુસવાટા મારતા પવનની સાથે હળવાથી ભારે વરસાદના ઝાપટા શરૃ થયા હતા. જેમાં મહેસાણા તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડતાં એકાદ કલાકના જ સમયગાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે બેચરાજીમાં ૨૧ મીમી, વિજાપુરમાં ૧૩ મીમી, વિસનગરમાં ૧૧ મીમી, ઉંઝામાં ૯ મીમી તેમજ જોટાણા અને વડનગર તાલુકામાં ચાર-ચાર મીમી વરસાદ નોંધાયો હતો.

મહેસાણામાં મેઘરાજાની પધરામણી થઇઃ1.5ઇંચ વરસાદ પડયો 2 - imageમહેસાણા જિલ્લાના કડી, ખેરાલુ અને સતલાસણા તાલુકા કોરધાકોર રહ્યા હતા. ચોમાસાએ સમયસર આગમન કરતાં જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સર્વત્ર તરબો કરી મુક્યો હતું. વાવણી લાયક વરસાદ પડતાં ધરતીપુત્રોએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું મોટાભાગે વાવેતરની કામગીરી પૂર્ણ કરી છે. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિલંબ કરતા ખેડૂતો વરસાદની વાટ જોઇ રહ્યા હતા. દરમિયાન, મંગળવારે પરોઢીયાના સુમારે મહેસાણા જિલ્લામાં હવામાને પલ્ટો ખાધો હતો. જોતજોતામાં જિલ્લાના ત્રણ તાલુકાઓને બાદ કરતાં અન્ય સાત તાલુકાઓમાં વરસાદ રીએન્ટ્રી કરી હતી. ઠેર ઠેર હળવાથી ભારે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગરમી અને ઉકળાટથી પરસેવે રેબઝેબ જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં અત્યાસુધી સિઝનના પડેલા વરસાદના આંકડા પ્રમાણે ઉંઝા તાલુકામાં ૩૪ મીમી, કડી ૫૮ મીમી, ખેરાલું ૧૯ મીમી, જોટાણા ૮૭ મીમી, બેચરાજી ૧૦૭ મીમી, મહેસાણા ૨૦૮ મીમી, વડનગર ૬૪ મીમી, વિજાપુર ૨૧૦ મીમી, વિસનગર ૬૮ મીમી તથા સતલાસણા તાલુકામાં ૬૯ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિજાપુર અને મહેસાણા તાલુકામાં ૮ ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

 

Tags :