મહેસાણા તા. 16 જૂન, 2020, મંગળવાર
મહેસાણા ઓએનજીસીના એસઆરપી ગુ્રપના ૧૫ કર્મચારીઓના
નામે ખોટા બીલો બનાવી ચતુરાઇપૂર્વક પોતાના અને સગાસબંધીઓના બેન્ક ખાતામાં
રૃ.૭૧૯૬૫૧ની રકમ ઇ-પેમેન્ટથી જમા કરાવીને ઉચ્ચાપત કરનાર તત્કાલિન જુનિયર કારકુન
સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને
પીઆઇ આર.આર.ત્રિવેદી તપાસ ચલાવી રહ્યા છે.
ચૌકાવનારી ઘટના અંગે સંત્રોમાંથી પ્રાપ્ત વિગત
પ્રમાણે ઇડર તાલુકાના મુડેરી ગામના માધાભાઇ કે.ચૌધરી એસઆરપી જુથ-૧૫માં અગાઉ જુનીયર
કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમના ફરજકાળ દરમિયાન તા.૧/૮/૨૦૧૮ થી તા.૧/૩/૨૦૧૯ના સમયગાળામાં
મહેસાણા ઓએનજીસી કચેરીમાં ફરજ બજાવી રહેલા રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જુથ-૧૫ના ૧૫
કર્મચારીઓના ખોટા બીલો બનાવ્યા હતા. આ ફર્જી બીલોને સાચા તરીકે ઉપયોગ કરીને
માધાભાઇએ પોતાના અંગત નાણાકિય લાભ માટે તમામ બીલોની કુલ રકમ રૃ.૭૧૯૬૫૧ પોતાના તથા
સગાસબંધીઓના બેન્ક ખાતામાં ઇ-પેમેન્ટથી જમા કરાવ્યા હતા. તાજેતરમાં તપાસ દરમિયાન તત્કાલિન
જુનિયર કલાર્ક આતરેલી ગેરરીતી અને પોતાના હોદ્દાનો દુરૃપયોગની હક્કિતનો ભંડાફોડ
થતાં આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે
પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


