કર્મચારીઓના ખોટા બીલો બનાવી કારકુને રૃ.7.19 લાખની ઉચાપત કરી
- એસઆરપીના તત્કાલિન જુ.કારકુન સામે ગુનો નોંધાયો
- મહેસાણા ઓએનજીસીમાં ફરજ બજાવતા ૧૫ કર્મચારીના નામે બીલો બનાવ્યા
મહેસાણા તા. 16 જૂન, 2020, મંગળવાર
મહેસાણા ઓએનજીસીના એસઆરપી ગુ્રપના ૧૫ કર્મચારીઓના
નામે ખોટા બીલો બનાવી ચતુરાઇપૂર્વક પોતાના અને સગાસબંધીઓના બેન્ક ખાતામાં
રૃ.૭૧૯૬૫૧ની રકમ ઇ-પેમેન્ટથી જમા કરાવીને ઉચ્ચાપત કરનાર તત્કાલિન જુનિયર કારકુન
સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને
પીઆઇ આર.આર.ત્રિવેદી તપાસ ચલાવી રહ્યા છે.
ચૌકાવનારી ઘટના અંગે સંત્રોમાંથી પ્રાપ્ત વિગત
પ્રમાણે ઇડર તાલુકાના મુડેરી ગામના માધાભાઇ કે.ચૌધરી એસઆરપી જુથ-૧૫માં અગાઉ જુનીયર
કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમના ફરજકાળ દરમિયાન તા.૧/૮/૨૦૧૮ થી તા.૧/૩/૨૦૧૯ના સમયગાળામાં
મહેસાણા ઓએનજીસી કચેરીમાં ફરજ બજાવી રહેલા રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જુથ-૧૫ના ૧૫
કર્મચારીઓના ખોટા બીલો બનાવ્યા હતા. આ ફર્જી બીલોને સાચા તરીકે ઉપયોગ કરીને
માધાભાઇએ પોતાના અંગત નાણાકિય લાભ માટે તમામ બીલોની કુલ રકમ રૃ.૭૧૯૬૫૧ પોતાના તથા
સગાસબંધીઓના બેન્ક ખાતામાં ઇ-પેમેન્ટથી જમા કરાવ્યા હતા. તાજેતરમાં તપાસ દરમિયાન તત્કાલિન
જુનિયર કલાર્ક આતરેલી ગેરરીતી અને પોતાના હોદ્દાનો દુરૃપયોગની હક્કિતનો ભંડાફોડ
થતાં આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે
પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.