મહેસાણા,તા.૧
ઉત્તર ગુજરાતના
શિવાલયોન મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્ત ે રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા
હતા. શિવમંદિરોમાં શિવભક્તોનુ ઘોડાપુર ઉમટયુ હતુ. મદિર પરિસરમાં ઘંટારાવ સાથે ઓમ
નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી ગુજી
ઉઠયા હતા.મંદિરના પૂજારા અને બ્રાહ્મણો દ્વારા વહેલી પરોઢે પ્રાતઃ આરતી તથા સંધ્યા
ટાણે સાયંઆરતી તેમજ ચારેય પ્રહોરની બ્રાહ્માણો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજા
અર્ચના કરવામાં આવી હતી.
શિવરાત્રીના પર્વની વિવિધ શિવાલયોમાં ધામધુમથી ઉજવણી
કરવામાં આવી હતી. મહેસાણા શહેરના તલેટી
રોડ પરના સોમનાથ મહાદેવ ,
પરામાં ભીમનાથ ,નાગલપુર
નિલકંઠ તથા જેલ રોડ પર પંચનાથ તેમજ કડી શહેરના યતેશ્વર મહાદેવ , વડનગરના
હાટકેશ્વર મહાદેવ ,પાલનપુરના
બાલારામ,અમીરગઢ
ના વિરેશ્વર,કેદારેશ્વર
,પાટણાના સિધ્ધનાથ
મહાદેવ સિધ્ધપુરમાં સ્વંયભૂ પંાંચ
મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભકતો નુ ઘોડાપુર ઉમટયુ હતુ.
વહેલી સવારથી જ શિવાલયોમાંં શિવલિંગને દૂધ,તલ,ચોખા,જળાભિષેક,પંચામૃત , તેમજ વિવિધ
પ્રકારના ફૂલો ધતૂરો,ગુલાબ, ચમેલી અને કમળ ના
પુષ્પો અર્પણ કરી વિવિધ મંત્રાચ્ચાર સાથે
પૂજા કરવામાં આવી હતી. શિવાલયોમાં ઋદ્ર ,લઘુ યજ્ઞા યોજાશે
શીવબાવની ,શિવશ્ત્રોત,શિવપુરાણ વગેરેનુ
મોડી રાત્રી સુધી શિવભક્તા ધ્વારા ે પઠન કરવામાં આવ્યુ હતુ.
કેટલાક લોકા એકટાણુ તો કેટલાક નકોરડો ઉપવાસ રાખી શક્કરિયાનો ભોગ ચડાવી પ્રસાદતેમજ શિવજીને
અતિપ્રિય ભાંગનો પ્રસાદઆરોગી શીવ ભક્તો
ધન્ય બન્યા હતા. દિવસ દરમીયાન
શિવાલયોમાં શિવભક્તો મોટી સેખ્યામાં ઉમટી
ઓમ નમઃશિવાય,બમબમ
ભોલેના નાદ પોકારી શિવરાત્રી ની ઉજવણી સંપન્ન કરી હતી. મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલાવાસાણા નજી ક આવેલ જલારામ ધામમાં
પ્રતિષ્ઠીત રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં ે લઘુ રૃદ્ર યજ્ઞા ,સમૂહ
આરતી,ફરાળી,ભોજનપ્રસાધ,તથા રાત્રીના
ચારેય પ્રહોેર ની પૂંજા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમથી ઉજવણી
કરવામાં આવી હતી. જેનો ભાવિક ભક્તોએ
દર્શનકરીધન્યતા અનુભવી હતી.કડી યવતેશ્વર મહાદેવનો વરઘોડો સ્વામિનારાયણ મંદિર રોડ,લુહાર કુઈ,શાક માર્કેટ,કોઠારીવાસ કરણપુર, લક્ષ્મીનારાયણ
કોમ્પ્લેક્સ શિશુમંદિર, ધરતી
સીટી રોડ સહિત વિવિધ માર્ગો ઉપર શિવના નાદ
ગુંજી ઉઠયા હતા


