પેથાપુરના તબીબ પરિવારના 5 સભ્યો કોરોનામાં સપડાયા
ગાંધીનગર, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ફરજ બજાવતાં અને પેથાપુરમાં રહેતાં પ૧ વર્ષીય ડોકટર ગઈકાલે કોરોનામાં સપડાયા હતા. ગાંધીનગર સિવિલમાં ફરજ નિભાવ્યા બાદ તેઓ ઘરે જતાં હતા ત્યારે તેમના થકી કોરોનાનો ચેપ ઘરના સભ્યોને પણ લાગ્યો છે. આ તબીબની ૭૩ વર્ષીય માતા, ૪૯ વર્ષીય પત્નિ ઉપરાંત બે યુવાન દિકરાઓ પણ કોરોનામાં સપડાયા છે. આ તબીબ અને તેના પરિવાર આશ્કા હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ક્રમ ઉંમરપુ./સ્ત્રી વિસ્તાર
૧ ૫૧ પુરુષ તબીબ
ર ૭૩ સ્ત્રી તબીબની માતા
૩ ૪૯ સ્ત્રી તબીબની પત્નિ
૪ ૧૮ પુરુષ તબીબનો પુત્ર
પ ૧૮ પુરુષ તબીબનો પુત્ર