Get The App

કોર્પોરેશનમાં ભળેલા નવા વિસ્તારમાં પણ સ્માર્ટ સીટી હેઠળ રૂા. 67 કરોડ ખર્ચાશે

- જીઆઈએસ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એડોપ્ટીવ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સ અને સ્માર્ટ પોલ પણ ઉભા કરાશે

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનમાં ભળેલા નવા વિસ્તારમાં પણ સ્માર્ટ સીટી હેઠળ રૂા. 67 કરોડ ખર્ચાશે 1 - image


ગાંધીનગર, તા. 3 જુલાઈ 2020, શુક્રવાર

ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને રાંધેજાથી કોટેશ્વર અને ખોરજ સુધીનો વિસ્તાર સમાવી લેવાયો છે ત્યારે સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ હવે આ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પણ કામગીરી કરવા માટે મેયરે મ્યુનિ.કમિશનરને સૂચના આપી છે. સ્માર્ટ સીટીમાં આઈટી પ્રોજેકટ હેઠળ ૧૭૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે પૈકી શહેરમાં ૧૧૦ કરોડ જેટલો ખર્ચ થાય છે ત્યારે ૬૭ કરોડ જેટલી રકમ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં આઈટી પ્રોજેકટ હેઠળ કામ કરીને તેમાં જીઆઈએસ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સ, સ્માર્ટ પોલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. 

રાજયના પાટનગર ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી હેઠળ કોર્પોરેશન વિસ્તારમાં ૧૪૦૦ કરોડ ઉપરાંતના વિકાસ કામો હાથ ધરાવાના છે ત્યારે આવી સ્થિતિમાં અત્યાર સુધી ગાંધીનગર શહેરમાં જ સ્માર્ટ સીટી હેઠળ  વિવિધ કામો શરૃ પણ કરી દેવાયા છે ત્યારે રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ ગાંધીનગર કોર્પોરેશનનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું છે જેમાં ૧૮ ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા અને સાત ગામના સર્વે નંબરોને સમાવી લેવાયા છે. એટલે ગાંધીનગર શહેરની સાથે કોર્પોરેશનમાં સમાવિષ્ટ આ નવા વિસ્તારોમાં પણ ગાંધીનગર શહેર જેવી જ સગવડો મળી રહે અને સ્માર્ટ સીટીની સુવિધા ઉભી થાય તે માટે પ્રયત્નો શરૃ કરવામા આવ્યા છે. મેયર રીટાબેન કેતનકુમાર પટેલે જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી હેઠળ આઈટી પ્રોજેકટ માટે ૧૭૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જુના વિસ્તારમાં આઈટી પ્રોજેકટ હેઠળ સ્માર્ટ સીટીના તમામ કામો પૂર્ણ કરતાં ૧૧૦ કરોડ જેટલી રકમનો ખર્ચ થાય તેમ છે. ત્યારે બાકી રહેતી ૬૭ કરોડ જેટલી રકમમાંથી તાત્કાલિક ધોરણે જીઓગ્રાફીક ઈન્ફર્મેશન સિસ્ટમ, પ્રોપર્ટી ટેક્સ સર્વે, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એડોપ્ટીવ ટ્રાફિક મેનેજમેન્ટ, સર્વેલન્સ કેમેરા, વીએમડી બોર્ડ, સ્માર્ટપોલ જેવા જરૃરીયાત મુજબના આઈટી પ્રોજેકટ સ્થળ અને સ્થિતિની જરૃરીયાત મુજબ નવા ઉમેરાયેલા કોર્પોરેશન વિસ્તારમાં શરૃ કરવામાં આવશે. જે માટે કોર્પોરેશન દ્વારા કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં જે સુવિધા છે તેવી જ સુવિધાઓ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પ્રજાજનોને પણ આપવામાં આવશે. 

Tags :