FOLLOW US

વડનગર નગરપાલિકાની બેદરકારીને કારણે શર્મિષ્ઠા તળાવનુ પાણી પાછુ જઈ રહ્યુ હોવાથી લોકોમાં રોષ

Updated: Aug 27th, 2022


વડનગર, તા. 27 ઓગસ્ટ 2022 શનિવાર

મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં આવેલું શર્મિષ્ઠા તળાવ આ વર્ષે છલોછલ ભરાઈ ગયું છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શર્મિષ્ઠા તળાવની વચ્ચે આવેલી સતી દેરીના પાયા ડૂબ્યા એટલે કંઇક અલગ નજારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ તળાવનું પાણી પાછુ જઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. 

આ વર્ષે ખૂબ સારો વરસાદ વરસ્યો અને મઘા નક્ષત્ર દરમિયાન પણ મેઘરાજા મહેરબાન થયા. આ નક્ષત્ર દરમિયાન વરસેલા વરસાદનું પાણી ખૂબ મીઠું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તળાવનું પાણી પાછું જઈ રહ્યું હોવાથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. 

તળાવનું પાણી આવતું હોય તે જગ્યાએ ગેટ બંધ કરવામાં આવ્યા છે પરંતુ નીચેના ભાગમાં તળિયુ નથી. આ કારણે ગેટ બંધ કરાયા બાદ ખાતરની થેલી ભરેલી હોય તે રીતે રેતીની થેલી ભરીને આડશ ફીટ કરવામાં આવે તો પાણી પાછું ન જાય. 

આમ વડનગર નગરપાલિકાની બેદરકારીના કારણે તળાવનું પાણી પાછું જઈ રહ્યું હોવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર કોઈ પગલાં લેશે કે નહીં તેવો સવાલ જાગ્યો છે.

Gujarat
IPL-2023
Magazines