Get The App

વિસનગર પોલીસ લાઈનની ગટરના કામમાં 10 ગણો ભાવ વસુલવાનો કારસો

- પોલીસ ખાતાના કામમાં અનેકગણા ભાવ મંજુર કરવાનું કૌભાંડ

- કોન્ટ્રાક્ટર દ્વારા 14.33 લાખનું બિલ મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું પરંતુ પોલીસ આવાસ નિગમની તપાસ પ્રમાણે માત્ર 1.41 લાખનું જ કામ થયું છે

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
વિસનગર પોલીસ લાઈનની ગટરના કામમાં 10 ગણો ભાવ વસુલવાનો કારસો 1 - image

વિસનગર, તા.03 જૂન 2020, બુધવાર

વિસનગર પોલીસ લાઈનમાં થયેલા ગટરલાઈનના બીલના વિવાદમાં પોલીસ ખાતા દ્વારા થયેલ કામમાં એકના અનેકગણા ચુકવાતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કુલ રૃા. ૧૪,૩૩,૩૦૦ નંો બીલ મંજુરી માટે મુકવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી.ની તપાસ  પ્રમાણે હકીકતમાં રૃા. ૧,૪૧,૭૩૩ નું જ કામ થયું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી પોલીસ ખાતામાં કેવી રીતે મોટા બીલો બનાવાય છે અને મંજુર થાય છે તે બાબતે ભારે ચકચાર જગાવી છે.

વિસનગર પોલીસ લાઈનમાં ચાર બ્લોકની ગટર લાઈન બદલવા માટે દરખાસ્ત કરવામાં આવતા  તત્કાલીન એસપી નિલેષ જાજડીયા દ્વારા તા. ૨૬-૬-૨૦૧૯ના રોજ ખોદકામ અને મજુરી અને મટીરીયલ્સ સાથે રીન્કેશ કનૈયાલાલ સોની નામના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર  આપવામાં આવ્યો હતો. જેમાં મજુરી અને મટીરીયલ્સ સાથે એક ફૂટના રૃા. ૧૦૦૦ નો ભાવ મંજુર કરવામાં આવ્યો હતો. ગટર લાઈનની કામગીરી પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રૃા. ૫૦,૦૦૦ થી અંદરની મર્યાદામાં રૃા. ૪૯,૦૦૦ની રકમના કુલ ૧૦ બીલો મંજુરી માટે મુકવામાં આવતા રૃા. ૪,૯૦,૦૦૦ ના બીલની રકમ મળી હતી. ત્યારબાદ ગમે તે કારણોસર કોન્ટ્રાક્ટરના બીલો અટક્યા હતા. એસપી નિલેષ જાજડીયા બાદ મનિષસિંહે જિલ્લા પોલીસ અધિક્ષકનો ચાર્જ સંભાળતા તેમની સમક્ષ મંજુર કરાયેલ ઉંચા ભાવના બીલો પાસ કરાવવા માટે મુકવામાં આવ્યા હતા. થયેલ કામગીરી કરતા બીલની રકમ વધારે હોવાની શંકાના આધારે, ગટરલાઈન કાની સ્થળ તપાસ કરી, ખર્ચના બીલોની ચકાસણી કરી અહેવાલ મોકલી આપવા માટે તત્કાલીન એસપી મનિષસિંહે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.ને પત્ર લખ્યો હતો. પોલીસ આવાસ નિગમ લી.ના અહેવાલની વિગતો ચોંકાવનારી હતી. આવાસ નિગમ દ્વારા તા. ૨-૧૨-૨૦૧૯ના રોજ પોલીસ અધિક્ષકને જે અહેવા આપવામાં આવ્યો તેમાં સ્થળ સ્થિતિ જોતા અને એસઓઆર રેટ પ્રમાણે કુલ રૃા. ૧,૪૧,૭૩૩.૬૪ નું કામ થયું હોવાનું જણાવ્યું હતું. આવાસ નિગમના અહેવાલ કરતા કોન્ટ્રાક્ટરને જે વધારે રકમ ચુકવાઈ તેની ખરેખર તો તપાસ થવી જોઈતી હતી. જેની ગમે તે કારણોસર તપાસ કરવામાં આવી નથી. એસપી મનિષસિંહની બદલી થતા કોન્ટ્રાક્ટર દ્વારા બાકીના રૃા. ૯,૪૩,૦૦૦ ના બીલો મંજુર કરાવવા પોલીસ ખાતામાં કોના ઈશારે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આવાસ નિગમના અહેવાલ પ્રમાણે જે  કામના કુલ રૃા. ૧,૪૧,૭૩૩.૬૪ નો ખર્ચ થાય તેની સામે કોન્ટ્રાક્ટર દ્વારા કુલ રૃા. ૧૪,૩૩,૦૦૦ ના બીલો મુકી મંજુર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એસપી મનિષસિંહની બદલી થતા કોન્ટ્રાક્ટર બાકીના બીલ મંજુર કરાવવા પ્રયત્નો કરતા આ બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.

વિસનગર પોલીસના અહેવાલ પ્રમાણે રૂ. 1.90 લાખનું કામ થયું છે

વિસનગર પોલીસ લાઈનની ગટરલાઈનના બીલના વિવાદમાં ત્કાલીન એસપી મનિષસિંહે પોલીસ આવાસ નિગમ પાસે સ્થળ સ્થિતિની તપાસ કરી અને ખર્ચના બીલોના અહેવાલ મંગાવ્યો તેની સાથે વિસનગર સીટી પોલીસ પાસે પણ અહેવાલ માગ્યો હતો. જેમાં પોલીસે ખાનગી કોન્ટ્રાક્ટરો અને આ કામના જાણકાર વ્યક્તિઓ પાસે તપાસ કરાવતા જે કામ થયું છે તેની ખોદકામની મજુરી અને મટીરીયલ્સ સાથે કુલ રૃા. ૧,૯૦,૦૦૦નો એસ્ટીમેન્ટ આપવામાં આવ્યો હતો. વિસનગર પોલીસે આ અંગેનો અહેવાલ જાન્યુઆરી ૨૦માં જિલ્લા પોલીસ મથકે મોકલી આપ્યો હતો.

Tags :