Get The App

મહેસાણામાં પેટ્રોલ-ડિઝલ ભાવ વધારાનો વિરોધ કરનાર કોંગી કાર્યકરોની અટકાયત

- કોંગ્રેસના કાર્યક્રમમાં તેમના નેતાઓ જ આવતા નથી!

- પક્ષના હોદ્દેદારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓને જાણ હોવા છતાં ફરક્યા નથી

Updated: Jun 18th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણામાં પેટ્રોલ-ડિઝલ ભાવ વધારાનો વિરોધ કરનાર કોંગી કાર્યકરોની અટકાયત 1 - image

મહેસાણા તા.17 જૂન 2020, બુધવાર

પેટ્રોલ એન ડિઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂ.2 નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તેનો વિરોધ દર્શાવવા બુધવારે  મહેસાણા શહેરના તોરણવાળી માતાના ચોકમાં એકઠા થયેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ વિરોધ પદર્શનમાં કોંગી કાર્યકરોની પાંખી હાજરી લોકોને આંખે ઉડીને વળગી રહી હતી. 

ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછા ભાવ હોવા છતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રૃ.બેનો વધાોર કરતાં સર્વત્ર વિરોધ થઇ રહ્યો છે. લોકડાઉનમાં લોકોની આર્થિક કમર તુટી ગઇ હોવા છતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરતા પ્રજાની હાલત કફોડી બની છે. ત્યારે કોંગ્રેસ ઇધણના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારો પાછો ખેંચવા બુધવારે વિરોધ દર્શાવવાનું નક્કી કર્યુ હતું. તેના ભાગરૃપે મહેસાણા શહેરના તોરણવાળી માતાના ચોકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુ દરબાર, પ્રદેશ કોંગી મંત્રી સુધીર પટેલ સહિત પક્ષના કાર્યક્રો એકઠા થયા હતા. એન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા ભાવવધારો પાછો ખેંચવા સુત્રરોચારો કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ સ્થળે વિરોધ દર્શાવી રહેલા કોંગીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પાછળથી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

Tags :