Get The App

ગામડાઓમાં ટોળા વળીને લૂડો રમત રમવાનો ક્રેઝ તો શહેરોમાં મોબાઈલ મેનીયા

- પબજી જેવી ફાલતુ રમત રમીને સમય બગાડતું યુવાધન

- દિવસમાં માંડ ૧ કલાક પરિવાર સાથે વાતચીત કરે છેઃ ભણવાની કે ઘરકામ કરવામાંથી છુટકારો

Updated: Apr 14th, 2020

GS TEAM


Google News
Google News
ગામડાઓમાં ટોળા વળીને લૂડો રમત રમવાનો ક્રેઝ તો શહેરોમાં મોબાઈલ મેનીયા 1 - image

મહેસાણા તા. 13 એપ્રિલ  સોમવાર 2020

વિશ્વભરમાં કોરોના વાઇરસનો હાહાકાર ફેલાયો છે. ભારતમાં પણ પગપેશારો થતાં દેશભરમાં જીવલેણ રોગના સંક્રમણથી બચવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની વિપરીત અસર ઉત્તર ગુજરાતના યુવાધન ઉપર પડતી જોવા મળે છે. ઘરમાં પુરાયેલા શિક્ષિત યુવક યુવતીઓ નવરાશનો મોટા ભાગનો સમય મોબાઇલ અને નીકાળી રહ્યા હોવાથી જાણે તેઓ મોબાઇલ મેનિયા બન્યા હોય તેવી પ્રતિતિ પરિવારના લોકોને થઇ રહી છે. કેમ કે, મોબાઇલને વળગેલા રહેતા હોવાથી તેઓ દિવસમાં માંડ એકાદ કલાક જ માબાપ સાથે વાતચીત કરે છે.

લોકડાઉનને કારણે ભણવાની અને ઘરકામ કરવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળ્યો હોવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના શિક્ષિત યુવક યુવતીઓનો એકમાત્ર સાથીદાર મોબાઇલ બન્યો છે. સવારે ઉઠતાંની સાથે જ હાથમાં મોબાઇલ લઇ પબજી સહિતની અવનવી ગેમ રમીને સમય પસાર કરતા હોય છે. ચિંતાજનક તો એ છે કે, ઇજનેરી અને એમબીએ, જેવી ડિગ્રી  ધરાવતા બેરોજગાર યુવાનો પણ દિવસભર મોબાઇલ મચડીને લોકડાઉનનો સમયગાળો પસાર કરવા મજબુર બન્યા છે. સતત મોબાઇલ ઉપર રહેવાના કારણે ઘરમાં રહેવા છતાં તેઓ પોતાના પરિવારથી અળગા થઈ ગયા હોય તેવું લાગે છે.

કોરોના વાઇરસને અટકાવવાનો એકમાત્ર ઉપાય ફિજીકલ ડિસ્ટન્સ જાળવવું જરૃરી છે. તેનો ભરપુર ઉપયોગ યુવાનો કરી રહ્યા છે. સતત મોબાઇલ ઉપર રચ્યા પચ્યા રહેતા હોવાથી ઘરમાંથી અલિપ્ત બન્યા હોય તેવું જણાય છે. પરિવારના અન્ય સભ્યો સાથે ખપ પુરતી જ વાતચીત કરતા હોય છે. જેનાથી લોકડાઉન બાદ આ મોબાઇલ કોનિયાક યુવક યુવતીઓ માનસિક તણાવ અનુભવે તેવી શક્યતા ઉદ્દભવી રહી છે.

યુવાનોમાં મોબાઇલનું વળગણ ચિંતાજનક

વર્તમાન યુગમાં સ્માર્ટ મોબાઇલ ફોન જીવનનો પર્યાય બની ચુક્યો છે. તેવામાં કોરોના અંતર્ગત ૨૧ દિવસના લોકડાઉનમાં સમય પસાર કરવા મોબાઇલ પર જ વળગેલા ઠેર ઠેર જોવા મળે છે. જેના લીધે તેમના માનસિક સંતલુન ઉપર પણ વિપરીત અસરો પડવાની સંભાવના જણાય છે.

ગૃહિણીઓ અને વૃધ્ધો રામાયણ-મહાભારત જોવામાં વ્યસ્ત

એક તરફ યુવાધન મોબાઈલ ઉપર રચ્યાપચ્યા રહે છે ત્યારે બીજીબાજુ લોકડાઉનમાં શરૃ કરવામાં આવેલ મહાભારત અને રામાયણ જેવી ધાર્મિક સીરિયલો જોવા માટે ટેલીવિઝન ઉપર ગૃહિણીઓ અને વૃધ્ધો સમય પસાર કરી રહ્યા છે.

Tags :