કોરોનાનો કોહરામ : 6 મોત : સૌથી વધુ 52 કેસ
ગાંધીનગર, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
ગુજરાતમાં દરરોજ એક હજારથી પણ વધારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ આવવા લાગ્યા છે. જ્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે રેકોર્ડ બ્રેક રીતે ૫૨ કેસ નોંધાયાં છે. જ્યારે ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી બે, વાવોલ, ખોરજ, માણસા અને દહેગામમાંથી એક - એક મળી કુલ છ કોરોના પોઝિટિવ વ્યક્તિઓએ છેલ્લા ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યો છે. વધતાં જતાં કેસ અને કોરોનાના મૃત્યુઆંકથી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. જ્યારે નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી પૈકી છ દર્દીઓના મોત નિપજ્યાં છે. સેક્ટર-૨૭ના ૭૮ વર્ષિય વૃદ્ધ જ્યારે સેક્ટર-૨૪ના ૭૨ વર્ષિય વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે વાવોલ અને ખોરજના બે વૃદ્ધ કોરોના સામેનો જંગ હારી ગયા છે. માણસા અને દહેગામની બે કોરોના પોઝિટિવ વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. વધતાં જતાં મૃત્યુઆંક વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ વધી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાંથી આજે ૩૫ કેસ સામે આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાંથી ૧૫ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં સે-૧૯માં રહેતાં ૮૧ વર્ષિય વૃદ્ધા તેમજ તેમના ઘરે કામ કરતાં સેવકો કોરોનામાં પટકાયા હોવાનું સામે આવ્યું છે. સેક્ટર-૩/એમાં રહેતો અને સ્વર્ણિમ સંકુલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ૬૦ વર્ષિય કર્મચારી, સેક્ટર-૬/બીની ૬૦ ગૃહિણી, સેક્ટર-૨૪ની ગૃહિણી, પ્રેસ છાપરામાં રહેતી મહિલા, સેક્ટર-૨૬ના નિવૃત્ત કર્મચારી, સેક્ટર-૧૪માં રહેતી મેડિકલ ઓફિસર તબીબ, પાલજના વૃદ્ધ, સેક્ટર-૨૬ના આધેડ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વધુ ૩૫ કેસ મળી આવ્યા છે. ગાંધીનગર તાલુકામાં વધુ દસ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જે પૈકી પેથાપુરના બે આધેડ, અડાલજમાંથી બે તેમજ શિહોલી મોટી, રાંધેજા, સુઘડ, ઉનાવા, વલાદમાંથી એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે.
સાંપા ગામમાંથી ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી, દહેગામમાંથી વધુ સાત કેસ સામે આવી રહ્યાં છે. જેમાં દહેગામ નગરમાંથી ૬૩ વર્ષિય વૃદ્ધ ઉપરાંત કડાદરા, પાલૈયા અને વાસણા ચૌધરીમાંથી એક-એક કેસ સામે આવી રહ્યો છે. માણસામાંથી પણ દિવસે અને દિવસે વધુ કેસ સામે આવી રહ્યાં છે. માણસામાં રહેતા ૯૩ વર્ષના વૃદ્ધા પણ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત માણસાના પાટણપુરામાંથી ત્રણ કેસ મળી આવ્યા છે.
કલોલમાંથી વધુ દસ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે.શહેરી વિસ્તાર ઉપરાંત કલોલ તાલુકાના ગામોમાંથી પણ કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ આરોગ્ય વિભાગને મળી રહ્યાં છે. હાજીપુરનો યુવાન, જામળાનો વૃદ્ધ, અર્જુનપુરાનો યુવાન, બાલવાના આધેડ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત ૭૦ વર્ષિય વૃદ્ધ સહિત કલોલ શહેરી વિસ્તારમાંથી છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
મૃત્યુ પામેલા દર્દીઓની યાદી
ક્રમ |
ઉંમર |
પુ./સ્ત્રી |
વિસ્તાર |
૧ |
૬૦ |
પુરુષ |
સેક્ટર-૩/એ |
૨ |
૬૦ |
સ્ત્રી |
સેક્ટર-૬/બી |
૩ |
૮૧ |
સ્ત્રી |
સેક્ટર-૧૯ |
૪ |
૨૯ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
૫ |
૪૫ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
૬ |
૨૧ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
૭ |
૧૭ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
૮ |
૨૭ |
પુરુષ |
સેક્ટર-૨૪ |
૯ |
૨૫ |
પુરુષ |
સેક્ટર-૨૫ |
૧૦ |
૫૯ |
પુરુષ |
સેક્ટર-૨૬ |
૧૧ |
૨૮ |
સ્ત્રી |
સેક્ટર-૧૪ |
૧૨ |
૫૬ |
સ્ત્રી |
સેક્ટર-૨૪ |
૧૩ |
૬૩ |
પુરુષ |
સેક્ટર-૨૬ |
૧૪ |
૫૫ |
સ્ત્રી |
પ્રેસ છાપરા,સે-૨૮ |
૧૫ |
૬૨ |
પુરુષ |
રોહિતવાસ પાલજ |
૧૬ |
૩૫ |
પુરુષ |
શિહોલી મોટી |
૧૭ |
૦૬ |
પુરુષ |
રાંધેજા |
૧૮ |
૩૫ |
પુરુષ |
અડાલજ |
૧૯ |
૫૫ |
પુરુષ |
અડાલજ |
૨૦ |
૭૨ |
પુરુષ |
સુઘડ |
૨૧ |
૪૩ |
પુરુષ |
ઉનાવા |
૨૨ |
૪૪ |
પુરુષ |
ઉવારસદ |
૨૩ |
૫૫ |
સ્ત્રી |
વલાદ |
૨૪ |
૫૬ |
પુરુષ |
પેથાપુર |
૨૫ |
૫૬ |
પુરુષ |
પેથાપુર |
૨૬ |
૬૩ |
પુરુષ |
દહેગામ અર્બન |
૨૭ |
૬૮ |
પુરુષ |
કડાદરા |
૨૮ |
૫૮ |
પુરુષ |
સાંપા |
૨૯ |
૫૫ |
પુરુષ |
સાંપા |
૩૦ |
૫૦ |
સ્ત્રી |
સાંપા |
૩૧ |
૬૦ |
સ્ત્રી |
પાલૈયા |
૩૨ |
૩૨ |
પુરુષ |
વાસણાચૌધરી |
૩૩ |
૩૬ |
પુરુષ |
માણસા |
૩૪ |
૬૦ |
પુરુષ |
માણસા |
૩૫ |
૩૦ |
સ્ત્રી |
માણસા |
૩૬ |
૯૩ |
સ્ત્રી |
માણસા |
૩૭ |
૩૨ |
પુરુષ |
માણસા |
૩૮ |
૬૦ |
સ્ત્રી |
માણસા |
૩૯ |
૫૯ |
પુરુષ |
માણસા |
૪૦ |
૬૦ |
સ્ત્રી |
પાટણપુરા |
૪૧ |
૪૩ |
સ્ત્રી |
પાટણપુરા |
૪૨ |
૬૫ |
પુરુષ |
પાટણપુરા |
૪૩ |
૩૮ |
પુરુષ |
હાજીપુર |
૪૪ |
૬૭ |
પુરુષ |
જામળા |
૪૫ |
૪૨ |
પુરુષ |
અર્જુનપુરા |
૪૬ |
૫૮ |
પુરુષ |
બાલવા |
૪૭ |
૬૨ |
પુરુષ |
કલોલ અર્બન-૧ |
૪૮ |
૬૮ |
સ્ત્રી |
કલોલ અર્બન-ર |
૪૯ |
૪૭ |
પુરુષ |
કલોલ અર્બન-ર |
૫૦ |
૧૯ |
સ્ત્રી |
કલોલ અર્બન-૨ |
૫૧ |
૪૫ |
સ્ત્રી |
કલોલ અર્બન-ર |
૫૨ |
૭૦ |
પુરુષ |
કલોલ અર્બન-ર |
ઉંમર |
પુ./સ્ત્રી |
વિસ્તાર |
૭૮ |
પુરુષ |
સેક્ટર-૨૭ |
૭૨ |
સ્ત્રી |
સેક્ટર-૨૪ |
૬૮ |
પુરુષ |
વાવોલ |
૬૫ |
પુરુષ |
ખોરજ |
૬૯ |
સ્ત્રી |
માણસા |
૬૨ |
સ્ત્રી |
દહેગામ |