Get The App

કલોલના વૃદ્ધ અને ઝુંડાલની યુવતિનું કોરોનાથી મોત

Updated: Jun 24th, 2020

GS TEAM

Google News
Google News
કલોલના વૃદ્ધ અને ઝુંડાલની યુવતિનું કોરોનાથી મોત 1 - image


ગાંધીનગર, તા. 24 જૂન 2020, બુધવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. જો કે ગાંધીનગર જિલ્લામાંથી મળતાં પોઝિટિવ દર્દીઓ રાજ્યના આરોગ્ય તંત્રના ચોપડે પહોંચતા નથી. આજે વધુ રર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે કલોલ અને ઝુંડાલમાંથી એક-એક મોત થયાં હોવાના સમાચાર સાપડી રહ્યાં છે.

આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કલોલના ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતાં ૭૪ વર્ષિય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીપી અને ડાયાબીટીસ હોવાના કારણે આ વૃધ્ધ કોરોના સામેની લડાઇ જીતી શક્યા ન હતા. ગઇકાલે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ઝુંડાલમાં રહેતી ૨૯ વર્ષિય યુવતિ કીડની બિમારીથી પિડાતી હતી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું આજે મોત નિપજ્યું હતું.આ સાથે આજે બે મોત ઉપરાંત રર પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. 

પાટનગરના સેક્ટર-ર૭માં રહેતો અને કોરોનો વોરિયર્સ તરીકે ગાંધીનગર સિવિલમાં સ્ટાફબ્રધર્સ તરીકે સેવા બજાવતો ૩૦ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે અમદાવાદના મેટ્રોમોલમાં આસી.મેનેજર તરીકે કામ કરતો સેક્ટર-૭/ડીનો ૩૮ વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને સુપરસ્પ્રેડરની યાદીમાં ગણવામાં આવી રહ્યો છે. સેક્ટર-૨૯માં રહેતા ૫૭ વર્ષિય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમને તેમના ઘરે રાખવામાં આવ્યા છે. રાંદેસણના રૃદ્રાક્ષ બંગલોઝમાં રહેતા અને અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ બનીને સેવા આપતાં ૫૩ વર્ષિય ડોક્ટર સંક્રમિત થયાં છે. અડાલજના સમપર્ણમાં રહેતાં ૫૯ વર્ષિય મહિલા પોઝિટિવ આવી છે. ત્યારે ઝુંડાલ બસ સ્ટેશન પાસે રહેતી ૫૮ વર્ષિય મહિલા સંક્રમિત થઇ છે. નાના ચિલોડાની નંદીવિહાર સોસાયટીનો યુવાન કે જે અમદાવાદ કામ કરે છે તે પણ પોઝિટિવ આવ્યો છે. ખોરજમાં અગાઉ પોઝિટિવ આવેલાં દર્દીની રર વર્ષિય પુત્રી પણ સંક્રમિત થઇ છે. કુડાસણમાં રહેતો ૩૮ વર્ષિય યુવાન, જમિયતપુરાનો ૩૩ વર્ષિય યુવાન પોઝિટિવ આવ્યાં છે. જ્યારે કલોલ શહેરમાંથી આજે નવા બે દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જયવિજય સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષિય યુવાન અને અન્ય ૩૩ વર્ષિય યુવાન કોરોનાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત જામળાની ૫૦, ડીંગુચાની ૬૦ અને નાંદોલીની ૬૩ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દહેગામની નહેરુપાર્ક સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષિય યુવાન કે જે યુથકોંગ્રેસનો પ્રમુખ છે તે કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાનના પિતા કોરોનામાંથી ક્યોર થયા બાદ પુત્ર કોરોનાગ્રસ્ત થયો છે. દહેગામમાં ૭૦ વર્ષિય વૃદ્ધ અને ૩૩ વર્ષિય યુવાન પણ સંક્રમિત થયો છે. જ્યારે માણસાના હિંમતપુરા રહેતા ૬૧ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Tags :