Get The App

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

- આગામી 19 જૂન સુધી વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા 1 - image

ડીસા,તા.15 જૂન 2020, સોમવાર

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે અરબીસમુદ્રમાંસર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો છે. જ્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરતાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૯.૪ ડીગ્રી, પાલનપુર-૩૯, અમીરગઢ-૩૯, અંબાજી-૩૭, આબુરોડ-૩૯, ઈડર-૩૮, મહેસાણા-૩૭, ઊંઝા-૩૭, સિદ્ધપુર-૩૭, પાટણ-૩૯, મોડાસા-૩૬, હિંમતનગર-૩૭, ખેડબ્રહ્મા-૩૮ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત પંથકમાં નીસર્ગ વાવાઝોડાની સદભાગ્યે નહીવત અસર થઈ છે.જોકે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેના લીધે હાલમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતના કેટલાકવિસ્તારો વરસાદનું આગમન પણ થયું હતું. જ્યારે તે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતાં મહત્તમ તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી ૧૯ જૂન સુધી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં દિવસ ભર ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ૧૮ જુન અને ૧૯ જૂનના રોજ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Tags :