Get The App

બ્રાહ્મણવાડા નજીક ટ્રેક્ટરની હડફેટે બાઈકસવાર યુવાનનું મોત, પત્ની ગંભીર

- મહેસાણા જિલ્લામાં જુદાજુદા અકસ્માતના ત્રણ બનાવ

- થોળ પાસે રિક્ષા પલટી જતાં બે મહિલાને ઈજા, ખેરાલુ પાસે કારની ઠોકરે બાઈકસવાર બે યુવક ઘાયલ

Updated: Apr 18th, 2022

GS TEAM


Google News
Google News
બ્રાહ્મણવાડા નજીક ટ્રેક્ટરની હડફેટે બાઈકસવાર યુવાનનું મોત, પત્ની ગંભીર 1 - image

મહેસાણા, તા.17

મહેસાણા જિલ્લામાં થોળ નજીક રિક્ષા પલટી જતાં  મહિલાને ઈજા થઈ હતી. તથા ખેરાલુ પાસે કારની હડફેટે બાઈકસવાર બે યુવાનને જીવલેણ ઈજા થતાં દવાખાને ખસેડાયાં હતા. જ્યારે સિધ્ધપુરના બ્રાહ્મણવાડા નજીક ટ્રેક્ટરની ટક્કરથી અમદાવાદના બાઈકચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે તેની પત્નીને ગંભીર ઈજા થતાં દવાખાને ખસેડાઈ હતી. આ અંગે જે તે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અમદાવાદના ચાંદલોડિયા, ૫૪, વાઘેશ્વરી સોસાયટીમાં રહેતાં સુરેશભાઈ હરગોવનભાઈ ઉર્ફે હરગોવિંદભાઈ રામજીભાઈ રાઠોડ (ઉવ.૪૬) તેમના પત્ની વિજ્યાબેન (ઉવ.૪૦) સાથે બાઈક પર બેસીને સિધ્ધપુર જતાં હતા. દરમિયાનમાં બ્રાહ્મણવાડા ગામની સીમમાં ઊંઝાથી સિધ્ધપુર જતા હાઈ વે પરના ઉમા થ્રેસર સામે પહોંચતાં માતેલા સાંઢની જેમ ધસી આવેલાં ટ્રેક્ટરના ચાલકે પુરઝડપે ગફલતભરીરીતે ચલાવી બાઈકને ટક્કર મારી પછાડી દેતાં સુરેશભાઈ રાઠોડને ગંભીર ઈજા પહોંચાડતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હત. જ્યારે મૃતકના પત્ની વિજ્યાબેનને ગંભીર ઈજા પહોંચાડી આરોપી ટ્રેક્ટર લઈને પલાયન થઈ ગયો હતો. આ અંગે મરનાર સુરેશભાઈના ભાઈ અરૃણભાઈ હરગોવિંદભાઈ રાઠોડે ફરાર ટ્રેક્ટરચાલક વિરૃધ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દર્જ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધાં હતા.

અકસ્માતના બીજા બનાવમાં  કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતાં ધર્મેન્દ્રકુમાર રામુભાઈ ચાવડાએ એવી ફરિયાદ બાવલુ પોલીસમથકમાં મેડા આદરજ ગામના રિક્ષાચાલક પ્રજાપતિ જસવંત રણછોડભાઈ વિરૃધ્ધ નોંધાવી હતી કે, આરોપીએ તેની રિક્ષા પુરઝડપે બેફિકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં મુસાફરી કરતાં ડીમ્પલબેન તથા પ્રાચીબેનને ગંભીર ઈજા થતાં દવાખાને ખસેડાયા હતા.  અકસ્માતનો ત્રીજો બનાવ ખેરાલુના લુણવા રોડ, હિરવા ચોકડી પર બન્યો હતો. જે અકસ્માતમાં ખેરાલુ ગામે રહેતાં વજાભાઈ હરજીભાઈ ઠાકોર (ઉવ.૪૫) મૂળ રણાવાડા-ગોઢ, તા.સમી, જિ.પાટણ)એ ખેરાલુ પોલીસમથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તેના મિત્ર મનોજકુમાર સાથે બાઈક પર બેસીને લુણવા રોડ, હિરવાણી ચોકડી પાસેથી પસાર થતાં હતા. ત્યારે કાળા કલરની ગાડીના ચાલકે પુરઝડપે બેફિકરાઈથી ગાડી ચલાવી ફરિયાદીના સાહેદની બાઈકને હડફેટે લઈ પછાડી દઈ ફરિયાદી વજાભાઈ અને સાહેદ મનોજકુમારને ગંભીર ઈજા પહોંચાડી ગાડી લઈને ડ્રાઈવર નાસી છૂટયો હતો. આ અંગે પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

Tags :