FOLLOW US

પાણીમાં બેસી ગઈ અર્બુદા સેના, વિપુલ ચૌધરી પણ ચૂંટણી નહિ લડે

Updated: Nov 15th, 2022


- અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા પર જ કામ કરશે

મહેસાણા, તા. 15 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેને પગલે વિરોધ અને નેતાઓની નારાજગી સામે આવી રહી છે. કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે તો કેટલાક જૂના જોગીઓનું પત્તુ કાપવામાં આવ્યુ છે. ત્યારે હવે મહેસાણા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને લઈને આપમાં જોડાવાને લઈને જે અટકળો વહેતી થઈ હતી તેના પર પૂર્ણ વિરામ આવી ગયો છે. અર્બુદા સેનાના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડશે. 

મહેસાણાની અર્બુદા સેનાએ ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ જાહેરાત કરી છે કે, તે ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે.

દૂધ સાગર ડેરીમાં કરોડો રૂપિયાનું કૌંભાડ કરનારા ભાજપના આગેવાન વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિસનગરની બેઠક પરથી ચૂંટણી લડશે તથા આજે માણસા નજીકના ચરાડા ખાતે અર્બુદા સેનાનો સ્નેહ મિલન કાર્યક્રમ છે તેમાં આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યુ હતું. ત્યારે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. 


Gujarat
News
News
News
Magazines