Get The App

સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા

- મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટનો આદેશ

- ચાર વર્ષ અગાઉ કાનપુરાના પરિણીત યુવકે સગીરાને ભગાડી જઈ અવારનવાર કુકર્મ આચર્યું હતુ

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
સગીરા પર દૂષ્કર્મના ગુનાના દોષિત આરોપીને આજીવન કેદની સજા 1 - image

મહેસાણા,તા.23

ચાર વર્ષ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ અલગ અલગ સ્થળે તેની ઉપર અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.આરોપીને આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડ ફટકાર્યો હતો.

જોટાણા પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરી મરતોલી શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી.તેણીને લલચાવીને ગત તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ કાનપુરા  ગામનો પરણિત વિષ્ણુ લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદ, ભાવનગર, ડાકોર, ઝાલોરા સહિતના સ્થળે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે સગીરાના વાલીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી તપાસ હાથ ધરી હતી.દરમિયાન આ કેસની સુનાવણી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ.એલ.વ્યાસ સમક્ષ ચાલી ગઈ હતી.જેમાં  સગીરા સહિતના ૧૫ સાહેદની જુબાની અને સરકારી વકીલ રેખાબેન જોષીની દલીલોના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.જયારે ભોગ બનનારને રૃ.૧.૫૦ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.