Updated: Nov 15th, 2022
- 2 લાખ જેટલા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ હાજર
મહેસાણા, તા. 15 નવેમ્બર 2022, મંગળવાર
અર્બુદા સેનાનો માણસા ખાતે આજે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જ્યાં અર્બુદા સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. 2 લાખ જેટલા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ ત્યાં હાજર રહ્યા હતા. વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં આ શક્તિ પ્રદર્શન યોજાયુ હતું. વિપુલ ચૌધરી જેલમાં હોવાથી શક્તિ પ્રદર્શનમાં ગેરહાજર રહ્યા હતા.
સ્નેહ મિલન સમારોહમાં વિપુલ ચૌધરીના બદલે તેમની પાઘડી મુકવામાં આવી હતી.
આજે ચરડા ખાતે 15 નવેમ્બરના રોજ સ્વ.માનસિંહ ચૌધરીના જન્મ જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાના ચરાડા ગામ ખાતે આ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં વિપુલ ચૌધરીના સમર્થકો હાજર રહ્યા હતા. દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જેલમાં ધકેલ્યા બાદ અર્બુદા સેનાનો રોષ ચરમ સીમા પર છે. સ્વ. માનસિંહ ચૌધીનો 103મો જન્મદિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.માનસિંહ ચૌધરી 100મી જન્મ જયંતિની ઉજવણી કરવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને ઉજવણી થઈ શકી નહોતી. માનસિંહ ચૌધરી મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના સ્થાપક છે. તેમણે 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી.