લકઝરી બસમાં મુસાફર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર, તા. 27 જૂન 2020, શનિવાર
ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવાવ માટે પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન ચંદ્રાલા પાસે બાતમીના આધારે રાજસ્થાનથી આવતી લકઝરી બસમાં તપાસ કરી હતી અને તેમાં સવાર રાજકોટ ભક્તિનગરના મુસાફર દિપેન મહેશભાઈ કોટેચાના થેલામાંથી વિદેશી દારૂની ર૯ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને મોબાઈલ મળી ૪૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરીવધુ તપાસ શરૂ કરી છે.