Get The App

મહેસાણામાં હાઉસીંગ બોર્ડના મકાનમાં જુગાર રમતા મહિલા સહિત 7 ઝબ્બે

- ડાભલાના ચંદ્રનગરમાં ચાલતા જુગારધામ પર રેડ

- પોલીસે બન્ને સ્થળોએથી રૃ.૫૦ હજારની મત્તા કબજે કરીઃ મહિલા આરોપીને નોટીસ

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણામાં હાઉસીંગ બોર્ડના મકાનમાં જુગાર રમતા મહિલા સહિત 7 ઝબ્બે 1 - image

મહેસાણા તા. 28 જુલાઇ 2020,મંગળવાર

મહેસાણામાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ વિજાપુરના ચંદ્રનગરમાં ચાલતા તીનપત્તીના જુગારધામ ઉપર પોલીસે ઓચિંતી રેઇડ પાડીને જુગાર રમી રહેલ એક મહિલા સહિત ૧૪ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. બંન્ને સ્થળેથી પોલીસે રૃ.૪૯૬૪૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે સુર્યાસ્ત થયો મહિલા આરોપીને નોટીસ આપવામાં આવી હતી.

મહેસાણા એ ડિવીઝનના પીએસઆઇ એમ.એન.આદરેજીયા તેમજ સ્ટાફ શહેરમાં રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં હતો. તે વખતે બાતમી મળેલ કે શહેરમાં આવેલા હાઉસીંગ બોર્ડના એક માળીયામાં રહેતી સપના ઉર્ફે ગીતા વાસુદેવ ગોસ્વામી પોતાના ઘર આગળ ઓસરીમાં તીનપત્તીનો જુગાર રમાડે છે. તેના આધારે પોલીસે અહીં રેડ પાડી જુગાર રમી રહેલા રાહુલ દિલીપભાઈ રાણા, ચિરાગ અશોકભાઈ પદીહાર, સજ્જન નસીરભાઈ પટેલ, રાકેશ રમણભાઈ પરમાર, અનિલ દશરથજી ઠાકોર, જીગર રાયમલ રબારી અને સપના ગોસ્વામી ઝડપાયા હતા. જોકે સૂર્યાસ્ત થઇ ગયો હોવાથી તેણીને વધુ કાર્યવાહી માટેની નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વસાઇ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વખતે બાતમી મળેલ કે ડાભલાના ચંદ્રનગરમાં રહેતો રસીક કાનાભાઇ પટેલ પોતાના ઘરની પાસે તીનપત્તીના જુગારની પ્રવૃતિ ચલાવે છે. જેથી પોલીસે અહીં ઓચિંતી રેઇડ પાડી આ સ્થળે જુગાર રમી રહેલા લક્ષ્મણ સોમાજી ઠાકોર, રણજીત રણછોડજી ઠાકોર, અલ્કેશ મોહનભાઈ પ્રજાપતિ, પરેશ પુનમભાઇ પટેલ, જેસંગ ઘેમરજી ઠાકોર, દિનેશ બાદલજી ઠાકોર અને રસિક કાનાભાઇ પટેલને રૃ.૧૮૫૯૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા. 

Tags :