Gujarat

ફેબુ્રઆરીના બીજા સપ્તાહમાં કોરોનાગ્રસ્ત 6 દર્દીનાં મોત

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
ફેબુ્રઆરીના બીજા સપ્તાહમાં કોરોનાગ્રસ્ત 6 દર્દીનાં મોત

મહેસાણા,તા.13

ઉત્તર ગુજરાતમાં  દિપાવલી ના તહેવાર અગાઉ કોરોનાની ત્રીજી લહેરનો પ્રાંરભ થયો હતો. જેમાં   સેંક્રમિત દર્દીઓ નોંધાવાની શરૃઆત થઇ હતી. જેમાં   ધીમે ધીમે દર્દીઓનો વધારો જોવામળ્યો હતો. જો કે સંક્મણની શરુઆત ધીમી ગતિએ થઇ હતી પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા તેમા ડીસેમ્બર  બાદ સંક્રમણમાં વધારો  જોવા મળ્યો હતો. તેમજ  કોરોનાથી મોત પણ થવા લાગ્યા હતા. જેમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ૮ દર્દીના મોત થયા હતા તથા  ં ફેબુ્રઆરીના બીજા  સપ્તાહમાં  ૬ કોરોનાગ્રસ્ત ના મોત નિપજ્યા  હતા.

ઉત્તર ગુજરાતમાં  જાન્યુઆરીમાસમાં   દૈનિક ૫૦૦થી ૭૦૦ની એવરેજમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જેમાં ફેબુ્રઆરીં માસંના બીજા સપ્તાહમાં ૫૦ ટકાનો ઘટાડો નોધાયો હતો. અનેે સરેરાશ ૨૦૦ થી ૩૦૦ની વચ્ચે  કેસ નોધાયા હતા. જેમાં પાટણ જિલ્લામાં સૌથી ઓછુ  સંક્મણ ૧૫૨ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે મહેસાણા અને બનાસકાંઠામાં આકડો ૫૦૦ ને  આંબી ગયો હતો.ફેબુ્રઆરી મહિનામાં  મહેસાણા-૫૫૪,બનાસકાંઠા ૫૧૭ સંક્રમિત દર્દીઓ નોંધાવા પામ્યા હતા.  મહેસાણામા દર્દીઓ ૧૧૯૫,બનાસકાંઠાના૮૯૯ તથા પાટણ માં ૮૧૮  મલી કુસ ૨૯૧૨ લોકો સાજા થતાં ઘરે ગયા હતા.

રાજ્ય આરોગ્ય તંત્રના આંકડા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, અને બનાસકાંઠામાં છેલ્લા ૦૭  દિવસમાં ૧૨૨૩કેસ નોંધાયા છે. જેની સામે ૨૯૧૨ લોકો ને સારવાર બાદ રજા અપાઇ છે. તેમજ ત્રણેય જિલ્લામાં ૧,૨૪,૯૬૯ લોકોને રસીના ડોઝ અપાયા છે. જ્યારે  મહેસાણા જિલ્લામાં ૫  લોકો અને બનાસકાંઠા જિલ્લામાં ૧ મળી કુલ ૬  કોરોના દર્દીઓના મોત થયા છે.