કલોલમાં વૃધ્ધાના મોત સહિત નવા 30 પોઝિટિવ કેસ
ગાંધીનગર, તા. 7 જુલાઇ 2020, મંગળવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધુ ૩૦ પોઝિટિવ કેસ સામે આવતાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૮૦૦ને પાર પહોંચી ગયો છે. કલોલમાં આજે વધુ ૧૪ પોઝિટિવ દર્દીઓ ઉમેરાયાં છે જ્યારે કલોલમાં રહેતી ૭૦ વર્ષિય કોરોના પોઝિટિવ વૃધ્ધાનું મોત પણ આજે થયું છે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આજે વધુ છ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. મુંબઇ રાયગઢથી દસ દિવસ પહેલાં આવેલાં ૪૫ વર્ષિય પુરુષ પોઝિટિવ આવ્યા છે. આ યુવાન સેક્ટર-૨૫ કલ્પતરૂ ખાતે નોકરી કરે છે. જેમને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સેક્ટર-૨૩માં રહેતા ૬૧ વર્ષિય પુરુષ કોરોનામાં પટકાયા છે. સેક્ટર-૩/ડીમાં રહેતા પ્રાઇવેટ પેક્ટીસનર ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. ૪૭ વર્ષિય આ ડોક્ટરને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સેક્ટર-૨૬ની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં નોકરી કરતી ૩૭ વર્ષિય સેક્ટર-૪/ડીની યુવતી પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. સેક્ટર-૮/બીમાં રહેતા અને ગાંધીનગર ઇન્ટરનેશનલ સ્કુલ રાંધેજા ખાતે નોકરી કરતાં ૫૦ વર્ષિય પુરુષ પણ પોઝિટિવ આવ્યા છે. જેમની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે મેરીટાઇમ બોર્ડમાંથી વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સેક્ટર-૧૦ મેરીટાઇમ બોર્ડ ખાતે સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં અને સેક્ટર-૧૩/ડીમાં રહેતા ૪૩ વર્ષિય કર્મચારીનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
ગાંધીનગર તાલુકાના ગામોમાંથી આજે વધુ પાંચ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. મોટા ચિલોડામાં રહેતી ૪૮ વર્ષિય મહિલા કે જે ગૃહિણી છે તેણીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહુન્દ્રામાં રહેતા ૨૯ વર્ષિય રીક્ષાચાલક કે જેમના પાડોશીની તબીયત બગડતાં તેમને સારવાર માટે આ પાડોશીને લઇને સિવિલ ગયા હતા. જેના સંપર્કથી આ રીક્ષાચાલક પણ પોઝિટિવ આવ્યાં છે. સરગાસણમાં રહેતા ૪૫ વર્ષિય પુરુષ કે જે ડેલી પ્રોટ્ક્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સુઘડમાં રહેતી ૪૩ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા ગૃહિણી છે બહાર ગયા નથી તેમના ઘરે મિસ્ત્રી કામ કરવા માટે બહારથી કારીગરો આવતાં હોવાનું સામે આવ્યું છે. પેથાપુરમાં ૨૦ વર્ષિય યુવાન કે જે વાહનના વ્યવસાય સાથે સંકળાયેલો છે તે પણ પોઝિટિવ આવ્યો છે.
દહેગામ શહેરમાંથી વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. દહેગામ સહજાનંદ રેસીડન્સીમાં રહેતી ૪૫ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાને છેલ્લા પાંચ દિવસથી શરીરમાં દુઃખાવો થતો હતો.જેની સારવાર માટે સ્થાનિક ડોક્ટરને બતાવ્યું હતું. આ સ્થાનિક ડોક્ટરે કોરોનાનો ટેસ્ટ કરાવતાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આ ગૃહિણીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.અનુરાધા સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષિય યુવાનને પાંચ દિવસથી તાવ રહેતો હતો. તેના પગલે સ્થાનિક ડોક્ટરની સલાહ મુજબ પ્રાઇવેટ લેબમાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે આજે પોઝિટિવ આવ્યો છે. આ ૪૩ વર્ષિય પોઝિટિવ યુવાનને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. દેવશક્તિ સોસાયટી - ર માં રહેતા ૫૭ વર્ષિય પુરુષને પણ છેલ્લા ત્રણ દિવસથી તાવની તકલીફ રહી હતી. જેના પગલે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ દર્દીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના માણસામાં કોરોનાની સ્થિતિ અન્ય તાલુકાઓ કરતાં સારી છે. ત્યારે આજે કોરોનાનો બે કેસ માણસા નગરમાંથી સામે આવ્યો છે. ૬૪ વર્ષિય વૃદ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધ ઘરે જ રહેતાં હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોમાંથી માહિતી મળી રહી છે. માણસામાં રહેતો ૩૫ વર્ષિય પુરુષ કે જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના સુપરવાઇઝર તરીકે કોરોના વોરીયર્સ થઇને ફરજ બજાવે છે તેનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોનાની દ્રષ્ટિએ સૌથી ખરાબ સ્થિતિ કલોલ શહેર અને તાલુકાની હોવાની છે. કલોલ શહેર અને તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ર૩૦ સુધી પહોંચી ગઇ છે. ત્યારે રર થી રપ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના પણ મોત થયાં હોવાનું આરોગ્ય ચોપડે નોંધાઇ ચુક્યું છે. આવી સ્થિતિમાં આજે વધુ ૧૪ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. કલોલ પૂર્વમાં આવેલાં નારદીપુરનગરમાં રહેતા ૪૩ વર્ષિય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કનૈયાનગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષિય પુરુષનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કાર્તિક કોમ્પ્લેક્ષમાં રહેતાં ૭ર વર્ષિય વૃદ્ધા પણ કોરોનામાં સપડાયાં છે. જ્યારે વૃંદાવનનગરમાં રહેતો ૩૮ વર્ષિય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. કલોલની નારાયણનગર સોસાયટીના ૫૯ વર્ષિય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગ્રીનસીટીમાં રહેતાં ૭૨ વર્ષિય વૃધ્ધા કે જે ઘરે જ રહેતાં હતાં તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્યનારાયણની ચાલી વિસ્તારમાં રહેતો ૪૦ વર્ષિય યુવાન કોરોનામાં પટલાયો છે. જ્યારે ખાનગી કંપનીમાં પ્રોડક્સશન ઓફિસર તરીકે ફરજ બજાવતો અને સિધ્ધરાજ હોમ્સમાં રહેતો ૩૦ વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કલોલ અર્બન-૧ના વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષિય વૃધ્ધાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૪૬ વર્ષિય યુવાન કે જે ખાનગી ઓફિસમાં નોકરી કરે છે તે પણ કોરોનામાં સપડાયો છે. આ ઉપરાંત બોરીસણામાં કોસ્મેટીક શોપ ધરાવતો ૪૫ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે જેઠલજમાં રહેતો ૪૩ વર્ષિય પુરુષ જ્યારે બાલવામાં રહેતા ૭૨ વર્ષિય વૃદ્ધ ઉપરાંત વડસરનો ૨૯ વર્ષિય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરષોત્તમ રૂપાલાના માતા કોરોનામાં સપડાયા
કેન્દ્રીય કૃષી રાજ્ય મંત્રીના વૃધ્ધ માતાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,કેન્દ્રીય કૃષી રાજ્ય મંત્રી પુરષોત્તમ રૂપાલાના ૯૨ વર્ષિય માતા કે જે અમરેલી રહેતા હતા તે ત્યાં ઘરે પડી ગયા હતા તેથી તેમને સારવાર અને ઓપરેશન માટે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. અહીં ઓપરેશન પુર્વે જરૂરી ટેસ્ટ કરાવડાવવામાં આવ્યા હતા જેમાં કોવિડના ટેસ્ટ માટે પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરતા કેન્દ્રીય મંત્રીના માતાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મંત્રીના સેક્ટર-૨૦ સ્થિત બંગલામાં આ માતાને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ત્યારે એસીમ્ટોમેટીક આ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા અમરેલીના છ વ્યક્તિઓ તથા ગાંધીનગરના બે વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે.
મૃત્યુ પામેલા દર્દીઓની યાદી
ઉંમર પુ./સ્ત્રી વિસ્તાર
૭૦ સ્ત્રી કેશવએપાર્ટમેન્ટ,