મહેસાણા,પાલનપુર,પાટણ,તા.22
ઉત્તર ગુજરાતમાં
કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પણ
બાકાત ન રહ્યા નથી. અગાઉના બે વર્ષમાં થયેલ કોરોના મહામારી અને સંક્રમણમાં જોવા
મળેલ તેનાથી વિપરીત અસર ચાલુ સાલે જોવા મળી છે. જો કે કોરોનાના સંક્રમણની રફતાર
અગાઉ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી મહેસાણા, પાટણ બેવડી સદી
નોંધાય છે. જેમાં આજે બનાસકાંઠામાં કોરોનાના નવા
કેસોમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વધતા જતા કેસાને અટકાવવા વેક્સિન
તથા આરટીપીઆર, એન્ટીજન
વગેરે ટેસ્ટ લઇ કાર્યવાહી કરી રહ્યુ છે.
રવિવારે મહેસાણામાં ૨૬૬, પાટણ-૨૧૩
તથા બનાસકાંઠા જિલ્લામાં ૧૦૭ કેસ મળી કુલ ૫૮૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા
છે.
મહેસાણા જિલ્લામાં૨૩મી જાન્યુઆરી સુધીમાં ૩૯૧૧૦૯ના શંકાસ્પદ લોકોના સેમ્પલ
લેવાયા છે. જેમાં ૩૮૮૩૪૩ નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. રવીવાર ના રોજ રોજ ૨૯૩૩ સેમ્પલનુ પરિણામ આવેલ છેે. જેમાં
૨૭૬૬નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સરકારી લેબમાં ૧૬૭નો રીપોર્ટ પોઝીટીવ તથા રેપીડ
એન્ટીજન૧૬૦ના ટેસ્ટમાં ૧૦ પોઝીટીવ અને
ખાનગી લેબમાં ૮૯ પોઝીટીવ મળી કુલ૨૬૬ કેસ નોંધાયા છે. આ કેસો પૈકી શહેરી વિસ્તારમાં ૧૪૪ તથા ગ્રામ્ય મા ૧૨૨ કેસ સામે આવ્યા છે. કુલ ૨૬૬ કોરોના સંક્રમિત દર્દીઓ
સામે આવ્યા છે. હજ ુ૬૨૮૬નુ પરિણામ બાકી છે. રવીવારે ૬૧ લોકો
સાજા થતા તેમને રજા અપાઇ છે. જિલ્લામાં
એક્ટીવ કેસનો આંકડો ૧૮૪૨ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ૨૦૦ ઉપરાંત કેસો સામે
આવતાં આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.
જેમાં રવીવાર સુધીમાં ૯૨૩૫૪ તથા અન્ય જિલલ્ના ૮૪૦ મલી કુલ ૯૩૧૯૪ શંકાસ્પદ
દર્દીઓના ટેસ્ટ કરવમાં આવ્યા છે. જે પૈકી કોરોના પોઝીટીવ ૨૧૩ કેસ નોંધાયા છે. જેમાં ૧૦૬ પુરુષ દર્દી
અન૧૦૭મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આજદિન સુધીમાં કોરોનાના ૧૩૨૦ લોકો કોરોના
પોઝીટીવ નોંધાયા છે. ૧૦૨૨ દર્દીઓ હોમ આઇસોલેશનથી સારવાર કરાવી રહ્યા છે.૧૯૯૬ નુ
પરિણામ હજુ બાકી છે. જ્યારે ૩૯૬દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આજદિન સુધી ગ્રામ્ય વિસ્તારમાં ૭૭૭
તથા શહેરી વિસ્તરમાં ૬૪૪ લોકોમળી કુલ ૧૪૨૧ દર્દીઓ સામે આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં
કેટલાક દિવસોથી બેવડી સદી પાર નોંધાઇ રહ્યા છે. જેમાં આજે ૫૦ ટકાનો ઘટાડો જોવા
મળ્યો છે. જેમાં ૨૩ જાન્યુઆરીના રોજ આરટીપીસીઆરના ૩૧૪૧ તથા એન્ટીજનના ૭૬૦ મળી
કુલ ૩૯૦૪ના શંકાસ્પદ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી૧૦૭ કેસ કોરોના પોઝીટીવ સામે
આવ્યા છે જિલ્લામાં એકટિવ કેસ ૧૧૨૪ નોંધાયા છે. તેમજ ૮૫ દર્દીઓ સારવાર દરમિયાન
સાજા થતાં રજા અપાઇ છે.
સતલાસણાતાલુકો કોરોના વિહિન
મહેસાણા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના
સંક્રમણ વધુ જોવા મળેલ છે. જેમાં મહેસાણા
શહેર-૭૬, તાલુકામાં
૪૫ વિસનગર-૧૨ ગ્રામ્ય -૧૮,
વિજાપુર-૩૩,ગ્રામ્ય
૧૪કડી-૧૭ ગ્રામ્ય -૧૯ જોકે ભેતરાજી શહેરમાં શૂન્ય છે. પરંતુ ગ્રામ્યમાં ૧૩ કેસ
નોંધાયા છે. જ્યારે સતલાસણા શહેર અને ગ્રામ્યમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો
નથી.
અમદાવાદની લેબમાં પોઝીટીવ કેસ નોંધાયા
રવીવારે પાટણ જિલ્લામાં ૨૧૩ કેસ પોઝીટીવ સામે આવ્યા છે. જે
પૈકી પાટણ-૧૪,ચામસ્મા-૧, સિધ્ધપુર-૨,સરસ્વતી-૦૧, શંખેશ્વર-૦૧ દર્દીઓ
પોઝીટીવ આવતાં સારવાર લઇ રહ્યા છે.


