કલોલના 15 રહીશો કોરોનામાં સપડાયાં
ગાંધીનગર, તા. 15 જુલાઇ 2020, બુધવાર
કોરોના કેસની દ્રષ્ટીએ હોટ સ્પોટ બનેલા કલોલમાંથી દિવસે અને દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સમાં વધુને વધુ રહીશો કોરોનાના લક્ષણો ધરાવતાં મળી આવે છે જેના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. કલોલમાંથી આજે ૧૪ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે.
બોરીસણાની શિવરૃદ્ર રેસીડન્સી, સ્નેહ રેસીડેન્સી, ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાંથી ત્રણ વૃદ્ધ પોઝિટિવ મળી આવ્યાં છે. જેમની સારવાર પણ શરૃ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કલોલના આયોજનનગરના અને નાદરીમાંથી પણ બે વૃદ્ધ પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. કલોલની સુર્યમંદિર સોસાયટીમાંથી ૪૮ યુવાન, નાદરી હુડકોમાંથી ૩૭ વર્ષિય યુવાન કોરોનામાં પટકાયાં છે. ઇન્દ્રલોક સોસા.નો ૪૩ વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આમજા, આજોલ, પંચશીલ સોસાયટીમાંથી પણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે.
ક્રમ ઉંમરપુ./સ્ત્રી વિસ્તાર
૧ ૭૧ પુરુષ આયોજનનગર કલોલ
૨ ૬૯ પુરુષ નાદરી
૩ ૬૮ પુરુષ શિવરૃદ્રાક્ષ રેસી. બોરીસણા
૪ ૪૮ પુરુષ સુર્યમંદિર સોસા. કલોલ
૫ ૩૭ પુરુષ ગુ.હા.બોર્ડ કલોલ હાઇવે
૬ ૩૭ પુરુષ નાદરી હુડકો
૭ ૮૫ સ્ત્રી સ્નેહ રેસીડેન્સી બોરીસણા
૮ ૬૩ પુરુષ ફોર્ચ્યુન એપાર્ટ, બોરીસણા રોડ
૯ ૫૮ પુરુષ નિલકંઠ બંગલોઝ
૧૦ ૪૩ પુરુષ ઇન્દ્રલોક સોસા. કલોલ
૧૧ ૫૫ પુરુષ સમર્પણ રેસી. કલોલ
૧૨ ૭૧ પુરુષ આજોલ
૧૩ ૫૯ પુરુષ નાદરી ગાવ આમજા
૧૪ ૫૯ સ્ત્રી પંચશીલ સોસા.
૧૫ ૫૩ પુરુષ ઇસંડ,કલોલ