સંતરામપુરના ડોળી ગામે ખેતરમાં મોટરથી પાણી પીવડાવવા બાબતે ઝઘડો
લુણાવાડા તા.19 ડિસેમ્બર 2019 ગુરૂવાર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામે એક શખ્સે ઈલેકટ્રીક મોટરથી ખેતરમાં પાકને પાણી પીવડાવતા હતા .તે દરમ્યાન એક ઈસમે પાઈપ કાઢી નાખીને ગાળો બોલી ઝઘડો કરીને મારામારી દરમ્યાન એક ઈસમને ફેક્ચર થયુ હતુ તથા અન્ય ઈસમોને ગંભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહીસાગરના સંતરામપુર તાલુકાના ડોળી ગામે વિનોદભાઈ લલ્લુભાઈ ખાંટ તેમના ઘઉંવાળા ખેતરમાં ઈલેકકટ્રીક મોટરથી પાણી ચાલુ કરી પિયત કરતા હતા. તે દરમ્યાન વિક્રમભાઈએ પાઈપ કાઢી નાખી ગાળો બોલી ઝઘડો કર્યો હતો.
જેમાં લલ્લુભાઈએ તેના હાથમાની લાકડી લઈ દોડી આવી હિતેષભાઈને બરડાના ભાગે મારતા હોઇ અને વિનોદભાઈ તેમના દીકરાને બચાવવા વચ્ચે પડતા વિક્રમભાઈએ લાકડી વિનોદભાઈને ડાબા કાડાં પર મારી દેતાં રેવાબેન વચ્ચે પડતા વિક્રમભાઈએ લાકડી રેવાબેનને ડાબા હાથના કાડાં પર મારતાં ફેંક્ચર કરી તથા લલ્લુભાઈએ હાથમાની લાકડી રેવાબેનને કપાળના ભાગે મારી તેમજ પ્રવિણભાઈએ લાકડી જયપ્રકાશને શરીરે મારી દઈ તેમજ મંજુલાબેન તથા લલ્લુભાઈએ જયપ્રકાશની પત્ની મિત્તલબેનને શરીરે માર મારી મંજુલાબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની જાણ વિનોદભાઈ લલ્લુભાઈ ખાંટે સંતરામપુર પોલીસ સ્ટેશને (1)લલ્લુભાઈ ફતાભાઈ ખાંટ (2)વિક્રમભાઈ લલ્લુભાઈ ખાંટ (3)પ્રવિણભાઈ લલ્લુભાઈ ખાંટ (4)મંજુલાબેન વિક્રમભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.