મહીસાગરમાં વાઘ દેખાયાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ
- વીડિયો અંગે વનવિભાગ દ્વારા જંગલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
મહિસાગર, તા. 26, મે, 2020 મંગળવાર
મહિસાગર જિલ્લાના સંતરામપુર જંગલ વાઘ અંગેનો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવી ગયું છે. બીજી તરફ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામી છે.
સંતરામપુરમાં વાઘ દેખાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થતાં વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. જોકે હજી સુધી આ બનાવ અંગે વનવિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.