Gujarat

72 વર્ષની વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ગોધરા સિવિલમાં ખસેડાઇ

By GS Team
18 Apr 20202 mins read
This article was originally published on 18 Apr 2020
72 વર્ષની વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ગોધરા સિવિલમાં ખસેડાઇ

લુણાવાડા   તા.18 એપ્રિલ 2020 શનિવાર

 મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના એક કેસ નોંધાયા બાદ એક કેસ બાલાશિનોરમાં નોંધાયો હતો .72 વષય એક મહીલાને કોરોનો પોજીટીવ આવતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જિલ્લા કલેકટર દ્વારા બાલાશિનોર નગર પાલિકા વિસ્તારમાં નહી ફરવા માટેનું જાહેરનામું બહાર પાડયુ હતુ .બાલાશિનોરની આસપાસના પાંચ કી.મી.માં સાવિષ્ટ  12   ગામોને બફરઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 

 બાલાશિનોર ખાતે પીપળા ખડકી વિસ્તારમાં રહેતી એક મહીલા પ્રેમીલાબેન રમેશચંદ્ર શાહને કોરોના પોજીટીવ આવ્યો હતો .આ મહીલાને કોરોના પોજીટીવ આવતા તેને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે  ખસેડાઇ  છે.આ મહીલાની ટ્રાવેલ હીસ્ટ્રી વિદેશની નહી હોવાથી લોકલ ટ્રાન્સમીશનને કારણે જ કોરોના લાગ્યો હોવાનું જાણવા મળેલ છે.

 જિલ્લા કલેકટરે  કોરોના વાઇરસનું સંક્રમણ વધી ન જાય તે લોકોની સુરક્ષા માટે તકેદારીના ભાગ રુપે  નગર પાલિકા વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેઇન્ટનમેન્ટ એરીયા તરીકે જાહેર કરી   વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ  ફરમાવી લોકોને આવશ્યક  ચીજ વસ્તુઓ હોમડીલીવરી દ્વારા પુરી  પાડશે . જિલ્લા કલેકટર દ્વારા બાલાશિનોર નગર પાલિકાની આસપાસના પાંચ કીલોમીટીર એરીયામાં સમાવિષ્ટ ગામો હાંડીયા,રાજપુર,રામાના મુવાડા, સલીયાવડી,ગધાવાડા,સરોડા,કરણપુર, વેરાસા,નવગામા,કુંજરા, જમીયતપુરા, વડદલા ગામોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ ગામોની હદ સીલ કરી  છે. આ ગામોમાં આવશ્યક  સેવાઓના પુરવઠા સંબંધિત અવર જવર માટે મુખ્ય એક જ માર્ગ ખુલ્લો રાખશે .જયારે બાકીના રસ્તાઓને બંધ કરી દેવામાં આવેલ છે. તા.૧૫-૪-૨૦ થી ૩-૫-૨૦ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે . આમ મહીસાગર જિલ્લામાં બે દિવસ પહેલા વિરપુર બાદ હવે બાલાશિનોર તાલુકામાં   કોરોના વાઇરસે પગપેશારો કરી દેતા લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાવા પામી છે.