સંતરામપુર- કડાણા તાલુકાના ત્રણ ગામોમાં ચાર મકાનોનાં તાળા તૂટયા
-પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન
સંતરામપુર તા.22 નવેમ્બર 2019 શુક્રવાર
સંતરામપુર અને કડાણા તાલુકાનો ત્રણ ગામોના ચાર બંધ મકાનોના તાળા તોડી ચોરો ચોરી કરી પલાયન થયા.
સંતરામપુર તાલુકાના મોટીખરસોલી કડાણા તાલુકાના માહપુર ગામે- બે ઘરો અને નાની ખરસોલી ગામા-1, ઘરનું ચોરોએ મધ્ય રાત્રી બાદ બંધ ઘરોના તાળા તોડી ચોરોએ ચોરી કરવાની ઘટના બની છે. સંતરામપુર- કડાણા પોલીસે માત્ર ચોરી વાળા ઘરોની મુલાકાતની માત્ર ઔપચારીકતા કરી મોડી બપોર સુધી પોલીસે ચોરીની ફરીયાદ લીધી ન હતી. પોલીસની તપાસની કામગીરીની ઢીલી નીતીથી ગ્રામીણ વિસ્તારમાં નારાજગી સાથે ગભરાટ ફેલાયો છે. પોલીસ પેટ્રોલીગના અભાવે રાત્રીના ચોરોને ચોરી કરવા માટે બીન્દાસ ગામેગામ જઇને ચોરી કરી રહ્યા છે.
ગત મધ્ય રાત્રીના સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી ગામે બંધ મકાનના તાળા તોડી ગામના મુખ્ય રસ્તા ઉપરના ઘરમાં પ્રવેસી ઘર માની તીજોરી તોડી તેમાં રહેલા દરદાગીના રફે-દફે કરી તીજોરીમાં મુકેલા ઘરવપરાસના ચાંદીના દાગીના ચાંદીના અંદાજીત 700 ગ્રામ વજનની ચોરી કરી હતી.
ઘર માલીક વિપુલકુમાર રાઠોડ- શિક્ષકની નોકરી કરતા હોઇ લુણાવાડા રહેતી હોય હાલ ઘર બંધ હતું. એજ રાત્રીના કડાણા તાલુકાના મહાપુર ગામના બહારગામ રહેતા નવીનભાઇ સોમાભાઇ પટેલ અને વીરાભાઇ હીરાભાઇ પટેલ બંધ ઘરનાં તાળા તોડી ઘરમાં પ્રવેશી ચોરોએ ચોરી કરી હતી.