વીરપુરના નુરપુર ગામ પાસે બાઇક સ્લીપ થતાં યુવકનું મોત
લુણાવાડા તા.23 માર્ચ 2020 સાેમવાર
મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના નુરપુર ગામ નજીક બાઈક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો તેમાં બાઈક સવારનું મોત થયું હતું.
વીરપુર તાલુકાના નુરપુર ગામે રોડ ઉપર આરોપીએ પોતાની નંબર વગરની બાઈક પુરઝડપે,બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારવાને કારણે મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાં આરોપીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દીપકભાઈચંદુભાઈ નાયક દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.