FOLLOW US

મહીસાગર જિલ્લા કલેક્ટરે વિકાસ કામ માટે શું કરવું એના માટે લોકોના અભિપ્રાય માંગ્યા

Updated: Mar 17th, 2022


 - જિલ્લા કલેક્ટરની પોતાની 50 લાખની ગ્રાન્ટ હોય છે

મહીસાગર, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર 

મહીસાગરના કલેક્ટર ડોકેટર મનિષનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે ગામના વિકાસ માટે ગ્રાન્ટ આવી ગઈ હોવાની સામેથી માહિતી આપી હતી અને ગ્રાન્ટનો લાભ લેવા માટે જણાવ્યું હતું અને વિકાસના જરૂરી કામને પ્રાથમિકતા આપવાની બાહેંધરી આપી હતી. 

ડો. મનિષ બંસલે જણાવ્યું હતું કે, ત્રણ તાલુકા સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં બે-બે કરોડની રાજ્ય સરકારની વિકાસની ગ્રાન્ટ આવી ગઈ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, જે ગામમાં કામની ખરેખર જરૂરિયાત છે તેઓ પોતાના ગામના કામનું લિસ્ટ સરપંચ કે ધારાસભ્યના મારફતે મોકલી શકો છો અને આ લિસ્ટ એક અઠવાડિયામાં મોકલી દેવું જેથી તેનો વિકાસના કામમાં સમાવેશ કરી શકાય. અને બીજુ એ કે જિલ્લા કલેક્ટરની પોતાની 50 લાખની ગ્રાન્ટ હોય છે જે  તો એમાં પણ તમે આખા જિલ્લા માટે કોઈ પણ કામ માટે મને રૂબરુ મળીને સૂચન કરી શકો છો જેથી હું તેનો વિકાસના કામમાં સમાવેશ કરી શકું.  

Gujarat
English
Magazines